October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેવા ફાઉન્‍ડેશન દ્વારા યુનાની ચિકિત્‍સા કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: દાનહ ‘સેવા ફાઉન્‍ડેશન’ દ્વારા નવમો યુનાની મેગા ચિકિત્‍સા કેમ્‍પ ઘાંચી જમાત ખાના બાવીસ ફળીયા સેલવાસ ખાતે યોજવામાં આવ્‍યો હતો. આ ચિકિત્‍સા કેમ્‍પમાં વાપી, સુરત, મુંબઈ અને સેલવાસના ડોક્‍ટરોની ટીમ દ્વારા સ્‍નાયુ સંબંધિત રોગ, ડાયાબિટીસ, આર્થરાઇટ્‍સ, પથરી, કોલેસ્‍ટેરોલ, પાચન સંબંધી સમસ્‍યા,સ્ત્રીરોગો, ગુપ્ત રોગ વગેરેના ઈલાજ માટે તપાસણી કરવામાં આવી હતી. યુનાની પધ્‍ધતિથી ચિકિત્‍સા કરવામાં આવી જેમાં 130 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. સેવા ફાઉન્‍ડેશન તરફથી સેવાઆપનાર સેવાભાવીઓનો હૃદયથી આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

પારડીના મોટા વાઘછીપામાં એક જ રાત્રીએ ત્રણ જગ્‍યાએ ચોરી

vartmanpravah

વલસાડના દમણિયા સોની સમાજ દ્વારા સમર કાર્નિવલ યોજાયો

vartmanpravah

શંકાસ્‍પદ સળીયા ભરેલો ટેમ્‍પો ઝડપતી પારડી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

સાયલી પીટીએસ ખાતે પોલીસ જવાનો માટે મેગા મેડિકલ કેમ્‍પયો જાયો

vartmanpravah

દાનહઃ કૌંચા ગામમાં ‘સરકાર આપકે દ્વાર’ લોક દરબાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસે વાપીમાં પત્રકાર પરિષદ યોજી કોવિડ અને પ્રદૂષણ મુદ્દે કરેલી ચર્ચા

vartmanpravah

Leave a Comment