March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીનો રેલવે પુલ બંધ થવાના પ્રથમ દિવસથી નવા રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સ્‍થિતિ વણસી

ફાટક ઉપરથી 100 ઉપરાંત રેલવે પસાર થતી હોવાથી વારંવાર ફાટક બંધ થતુ હોવાથી ટ્રાફિકની હાડમારી ઉભી થઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી પૂર્વ-પヘમિને જોડતો રેલવે ફલાય ઓવરબ્રિજ બુધવારે રાત્રે 12 કલાકથી અવર જવર માટે બંધ કરી દેવાયો હતો. તેથી આજે ગુરૂવારથી ટ્રાફિકની હાડમારીનો ત્રાસ શરૂ થઈ ગયો છે. પુલ બંધ કરાતા વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા માટે એસ.ટી. ડેપો સામે નવિનફાટક કાર્યરત કરાયું છે. તેથી વાપીમાં જતા આવતા વાહનો ફાટકથી અવર જવર શરૂ કરી દીધી છે પરંતુ પુલ બંધ થયાના પ્રથમ દિવસથી જ આજે ગુરૂવારે ફાટક વારંવાર બંધ થતા ટ્રાફિકની ભરમાર શરૂ થઈ ગઈ હતી.
વાપીમાં રેલવે પુલ 142 કરોડના ખર્ચે નવિન ફોર લાઈન પુલ બનાવવાનો હોવાથી હયાત પુલ તોડવાની કામગીરી આજકાલમાં શરૂ થઈ જશે. તેથી પુલ બંધ થતા નવિન અંડરપાસ અને એસ.ટી. ડેપો સામે બનાવાયેલ નવિન ફાટકથી ટ્રાફિકની અવર જવર શરૂ થઈ ગઈ છે પરંતુ દિવસમાં 100 ઉપરાંત ટ્રેનનું અપડાઉન થતું હોવાથી દર 10-15 મિનિટે ફાટક બંધ કરાય છે તેથી ફાટકની બન્ને સાઈડો ઉપર વાહનોની કતારો લાગવી શરૂ થઈ ગઈ છે. પરિણામે ટ્રાફિક જામની હાડમારીનો ગુરૂવારથી જ પ્રારંભ થઈ ગયો છે. હજુ તો ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાઈ જશે એટલે વાપી આખુ ટ્રાફિક નગર પરિસ્‍થિતિમાં પલટાઈ જશે. ટ્રાફિકની શિરોવેદના આગામી બે વર્ષ વધુને વધુ વણસતી રહેનાર છે.

Related posts

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU થયા

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેનનાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ડેન્‍ટલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલની સવારે ગોળી મારી કરાયેલી હત્‍યા

vartmanpravah

અરનાલામાં ચૂલો સળગાવા ગયેલ મહિલા દાઝી

vartmanpravah

વલસાડ સેવા સદનમાં પાર્ક કરેલી સરકારી સુમો ગાડીમાં અચાનક આગ લાગી

vartmanpravah

દીવ નગરપાલિકા દ્વારા કેબીન-રેકડીવાળા તથા નાના વેપારીઓ પાસેથી જકાત રૂપે રોજના 50રૂા. લેવાતા એડીએમને રજૂઆત

vartmanpravah

Leave a Comment