June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહઃ ટોકરખાડા મરાઠી માધ્‍યમ શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાયો

શાળાના બાળકોને ગણિત પ્રત્‍યે રસરુચિ વધે અને ગમ્‍મત દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે તેવા પ્રયાસ રૂપે ‘ગણિત દિવસ’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23 : સેલવાસ ટોકરખાડા મરાઠી માધ્‍યમની શાળામાં ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, 20મી સદીના દુનિયાના અને ભારતીય સૌથી મહાન અને સૌથી પ્રખ્‍યાત ગણિતજ્ઞ શ્રીનિવાસ ઐયંગર રામાનુજનના જન્‍મ દિવસ 22મી ડિસેમ્‍બરને ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. તેજમ સેલવાસના ટોકરખાડા સ્‍થિત મરાઠી માધ્‍યમની શાળામાં આચાર્ય શ્રીમતી વિદ્યા ખરેના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ શાળાના શિક્ષકોના સુંદર સહકારથી વિદ્યાર્થીઓ સાથે રાષ્‍ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, વિદ્યાર્થીઓને ગણિત વિષય કઠિન અને કંટાળાજનક લાગતો હોય છે. ત્‍યારે આ શાળાના બાળકોને ગણિત પ્રત્‍યે રસરુચિ વધે અને ગમ્‍મત દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે તેવા પ્રયાસ રૂપે ‘ગણિત દિવસ’ની ઉજવણી કરી હતી જેમાં વિદ્યાર્થીઓએવિવિધ ગાણિતિક કોયડાઓ, પ્રોજેક્‍ટ્‍સ, મોડેલ્‍સ અને વૈદિક ગણિતની પ્રવૃતિ રજૂ કરી હતી અને આ બાળકોને ગમ્‍મત સાથે જ્ઞાન મળે તેવી પ્રવૃતિ કરવા માટે શાળાના આચાર્ય દ્વારા તમામ શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્‍યા હતા.

Related posts

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા એકતા માટે દોડનું આયોજનઃ સમસ્‍ત દમણ દોડશે

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

વાપીથી બાઈકની ઉઠાંતરી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ખાડા મુદ્દે યુથ કોંગ્રેસે કરેલા ચક્કાજામ મામલે સાત સામે ફરિયાદ નોંધાઈ

vartmanpravah

‘‘ઉન્નત ભારત” અભિયાન અંતર્ગત દાનહની ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં એક દિવસીય ‘ઓરિએન્‍ટેશન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment