Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નં.6માં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : આજે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નંબર 6માં શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેન જોષીની અધ્‍યક્ષતામાં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શહેર ભાજપ મંડળના તમામ કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના નાગરિકોએ સ્‍વ. અટલજીના તસવીર ઉપર પુષ્‍પ ચડાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે શહેર મહામંત્રી શ્રી બાબુ સિંહ રાજપુરોહિત, મંત્રી શ્રી સુજીત ઉપાધ્‍યાય, આઈ.ટી. સેલના સંયોજક શ્રી નિરજ પાંડે, શ્રી ટી.સી. જોષી, શ્રી રસિકલાલ તિવારી, શ્રી ગિરીશ મેનન, શ્રી ધર્મેશ ગજર કિશોર, ગજરે ટીના, ગજર મોહિની રાજપુરોહિત, વીણા રાજપુરોહિત, શ્રી નિમિત્ત જોશી જાનુ રાજપુરોહિત સહિત વોર્ડ નંબર 6ના કાઉન્‍સિલર જસવિંદર કૌર ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે ટુકવાડાના દક્ષેશ પટેલ જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે બાલદાના ડિમ્‍પલબેન પટેલ ચૂંટાયા

vartmanpravah

દમણમાં સ્‍વ.ડાહ્યાભાઈ પટેલ અને પિતૃ સ્‍મરણાર્થે 3જી જાન્‍યુઆરીથી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

પારડીમાં વાપી-ધુલે એસ. ટી. બસને નડ્‍યો અકસ્‍માત: બસમાં સવાર 60 જેટલા મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દમણની રોયલ ડિસ્‍ટલરીમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

vartmanpravah

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment