Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગીતાનગર રહેણાંક વિસ્‍તારમાં કુટણખાનુ ઝડપાયું : સ્‍થાનિકોએ હલ્લાબોલ મચાવ્‍યો

સ્‍થાનિક કાઉન્‍સીલરને ફરિયાદ કરાઈ હતી છતાં 6-7 મહિનાથી કુટણખાનું ચાલતું હતું : 3 લલના ઝડપાઈ

(વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી ગીતાનગર વિસ્‍તારમાં લાંબા સમયથી ચાલી રહેલ કુટણ ખાનાને જનતાએ રેડ કરી ગોરખ ધંધાનો પર્દાફાસ કર્યો હતો. હોબાળા બાદ પોલીસ આવી પહોંચી હતી. ત્રણ લલના અને એક પુરુષને પોલીસ સ્‍ટેશને લઈ જવાયા હતા.
વાપી ગીતાનગર સ્‍થિત રામધારી ચક્કી પાસે એક ત્રણ માળની ચાલીના ગ્રાઉન્‍ડ ફલોર ત્રણ રૂમોમાં ગેરકાયદે કુટણખાનું લાંબા સમયથી ચાલતું હતું તેથી અગાઉ સ્‍થાનિક કાઉન્‍સીલરને લોકોએ ફરિયાદ પણ કરેલી પરંતુ કોઈ કાર્યવાહી નહી થતા રવિવારે સાંજના સ્‍થાનિકોએ હલ્લાબોલ મચાવી દીધો હતો. કુટણખાનામાં આવતા નશામાં ધૃત ગ્રાહકોની અવરજવરથી સ્‍થાનિકો કંટાળી ગયા હતા. 6-7 મહિનાથી આ કુટણખાનું ચાલું હતું. ઝડપાયેલી મહિલા શરૂઆતમાં કાઉન્‍સીલરને વાત કરો તેવી ધમકી આપતી હતી. કાઉન્‍સીલર બહાર ગામ હતો. ઘટના સ્‍થળેથી ત્રણ મહિલા અને એક ગ્રાહક મળી આવ્‍યા હતા. સ્‍થાનિકોએ માંગ કરી હતી કે આ ગોરખધંધા કાયમી બંધ થવા જોઈએ.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં 75માં ગણતંત્ર દિવસની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપી તાલુકા પંચાયતનાં એટીડીઓ ભરતભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન: સંવેદનશીલ અને લોકાભિમુખ વહીવટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશેઃ જીતેન્‍દ્ર ટંડેલ

vartmanpravah

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની સામાન્‍ય સભા વી.આઈ.એ.માં યોજાઈ : કારોબારીની રચના

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ ‘‘મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં આદિત્‍ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્‍ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વાપીની કેબીએસ કોલેજમાં રક્‍તદાન કેમ્‍પ તથાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah

Leave a Comment