September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

ચલા ભાઠેલા પાર્ટીપ્‍લોટમાં સાત દિવસીય ભવ્‍ય આધ્‍યાત્‍મિક મહાયજ્ઞનું આયોજન આજે યજ્ઞસ્‍થળ ઉપર ધ્‍વજારોહણ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27
શ્રી સદ્દગુરુદેવ સ્‍વામી અખંડાનંદ મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્‍ટ બરૂમાળ-ધરમપુર દ્વારા આયોજીત વાપી ભાઠેલા પાર્ટી પ્‍લોટમાં આગામી તા.07 થી 13 જાન્‍યુઆરી દરમિયાન શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞનું ભવ્‍ય આયોજન થનાર છે.
પરમ પૂજ્‍ય મંડલેશ્વર સ્‍વામીશ્રી વિદ્યાનંદજી સરસ્‍વતી મહારાજ (સદગુરુધામ-બરૂમાળ-ધરમપુર)ની સદપ્રેરણાથી તેમના સાનિધ્‍યમાં વાપી ચલા ભાઠેલા પાર્ટીપ્‍લોટમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાનાર છે. આ મહાયજ્ઞનો ધ્‍વજારોહણ કાર્યક્રમ આવતીકાલ તા.28 જાન્‍યુઆરીના રોજ સવારે 9:15 કલાકે ગુરુદેવ શ્રી વિદ્યાનંદજીની ઉપસ્‍થિતિમાં થનાર છે. સમગ્ર મહાયજ્ઞનું આયોજન શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે થનાર છે. મહાયજ્ઞ સંદર્ભે વિશેષ સંપર્ક અને જાણકારી માટે સમિતિ સભ્‍ય ભદ્રેશભાઈ પંડયા 98251 48632, બી.કે. દાયમા 93774 82940, સંયત બેડિયા 98241 68830, વિજય સરાફ 93778 91193, કનૈયાઅગ્રવાલ 93770 30989, યદુનંદન જાલુક 98241 26850, મહેશ રામુકા 98241 31818 તેમજ સજ્જન સિંઘલ 93288 75554 ઉપરોક્‍ત મોબાઈલ નંબર ઉપર સંપર્ક થઈ શકશે.

Related posts

વલસાડમાં આયોજીત થનાર હંગામી ફટાકડા બજારનો ઓરિએન્‍ટલ વિમા કંપનીએ વિમાની ના પાડતા કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.13 અને 14 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમનું પરિણામ દીવઃ વણાંકબારા ખાતે અદ્યતન મત્‍સ્‍ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની સૈધ્‍ધાંતિક મંજૂરી

vartmanpravah

વલસાડ કલેકટર કચેરી ખાતે ‘વાત્‍સલ્‍ય ઘોડિયાઘર’નું ઉદ્‌ઘાટન

vartmanpravah

ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્‍યમથી ખેરના લાકડાના તસ્‍કરને મુદ્દામાલ સહિત ઝડપી પાડયો

vartmanpravah

નીતિ આયોગના સીઈઓ અને જી-20 શેરપા અમિતાભ કાંતે NIFT દમણ ખાતે અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગરૂપે પ્રદર્શિત ડિઝાઈન સ્‍થાપન ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

Leave a Comment