Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

37 ટેકવાન્‍ડો નેશનલ ચેમ્‍પિયનશિપમાં દીવના બાળકોએ 17 મેડલ પ્રાપ્ત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.27
37મો ટેકવાન્‍ડો નેશનલ ચેમ્‍પિયનશિપ 2022 તારીખ 23 12 20122થી તારીખ 25-12-2022 સુધી ત્રણ દિવસ ખાડુભાઈ દેસાઈ હોલ અમદાવાદમાં યોજાયેલી હતી. જેમાં બાળકોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈને વિવિધ મેડલો હાંસિલ કર્યા હતા.દીવ ડિસ્‍ટ્રિક્‍ટ વિવેક, ફેમ, ખુશાલી અને ધનરાજ આ ચારેય સ્‍પર્ધકોએ ગોલ્‍ડ મેડલ હાંસિલ કર્યા હતા, જ્‍યારે ઋષિકેશ, જૈમીન અને શિવાંશુ આ ત્રણેય સ્‍પર્ધકોએ સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. સાથે માન, મિહિર, સારથી, શિખા, તૃષાગી, વીર, દેવાંશુ, હાર્દિક અને ફૈઝાન આ દશ સ્‍પર્ધકોએ બ્રોન્‍ઝ મેડલ હાંસિલ કર્યા. અનેક કેટેગરીમાં દીવ જિલ્લાના બાળકોએ મેડલ હાંસીલ કર્યા હતા. આ ચેમ્‍પિયનશિપમાં 12 સ્‍ટેટના 500 થી વધુ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી દીવની ટીમમાંથી ટોટલ 26 બાળકોએ ભાગ લીધો હતો. જેમણે 17 અલગ અલગ મેડલ હાંસિલ કર્યા તેમાં તેના કોચ તરીકે નિર્મલ, વિવેક, શિવાંશુ અને હાર્દિક એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને ટીમને મેડલ હાંસિલ કરાવ્‍યા તેમાં કાદર કુરેશીએ રેફરી તરીકે ભાગ ભજવ્‍યો હતો અને તેમજ તારીખ 24-12-2022ના રોજ નેશનલ લેવલ બ્‍લેક બેલ્‍ટની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આપણા દીવના નવ બાળકોએ પરીક્ષા પાસ કરી અને દીવનું નામ રોશન કર્યું છે. જેમાં કમિટી મેમ્‍બર તરીકે વિજય વર્ઝન પ્રેસિડેન્‍ટ, ડો.હરેશ સોલંકી વાઈસ પ્રેસિડેન્‍ટ, વૈભવ ફુગરો સેક્રેટરી, મયુરી સેઠ જોઈન્‍ટ સેક્રેટરી, કાદર કુરેશી ટ્રેજરર તરીકે રેન્‍સી રિતેશ સોલંકી આ ટીમને આગળ વધારવામાં ભાગ ભજવી અને દીવનું નામ રોશન કર્યુંહતું.

Related posts

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

vartmanpravah

વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ

vartmanpravah

પારડીના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકો કરીરહ્યા છે હાલાકીનો સામનો

vartmanpravah

વલસાડ જિ.પં. શિક્ષણ સમિતિ ચેરમેન ભાજપના સભ્‍ય નિર્મળાબેન જાદવનો રાજીનામા બાદ રદીયો : કોંગ્રેસમાં જોડાઈ નથી

vartmanpravah

જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ પારડીમાં 10 અને વાપી વિસ્‍તારમાં કોરોનાના 4 કેસ નોંધાતા દોડધામ

vartmanpravah

નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્‍ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી

vartmanpravah

Leave a Comment