October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ જેટીની હાથ ધરાયેલી સર્વેની કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27: ઉમરગામ દરિયાકાંઠે માછીમારોને ઉપયોગમાં આવતી ખંડેર બનેલી જેટીની આજરોજ એજન્‍સીના કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી કરાતા માછીમારો ભાઈઓમાં નવી જેટી બનવાની આશા જાગી છે. જેટીનો પ્રશ્ન લાંબા સમયથી પડતર છે. માછીમાર ભાઈઓ લાંબા સમયથી જેટીના નવીનીકરણ માટે માંગ કરવામાં આવી રહી હતી પરંતુ તંત્ર દ્વારા ઉદાસીન વલણ દાખવતા ગત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહી માછીમાર ભાઈઓએ નારાજગી બતાવી હતી. આજરોજ એજન્‍સીના કર્મચારીઓ દ્વારા નિર્માણ થનારી જેટીના સ્‍થળે સર્વેની કામગીરી હાથ ધરી હતી. સર્વેની કામગીરી બાદ રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે એવી જાણકારી પ્રાપ્ત થવા પામી છે. આમ આવનારા સમયમાં સરકાર દ્વારા જેટીના પ્રોજેક્‍ટ માટે આગળની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી જેટીની સવલત આપશે એવી આશા માછીમાર ભાઈઓમાં ઉભી થવાપામી છે.

Related posts

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

vartmanpravah

દમણના યુવા નેતા તનોજ પટેલે રસ્‍તે રઝળતા ગૌવંશના પ્રશ્નને ઉકેલવા બતાવેલો નવતર પ્રયોગ

vartmanpravah

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપી સરગમ આર્ટ એકેડમી સ્‍ટુડન્‍ટના ચિત્રોનું ગોવામાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment