September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડવાપીસેલવાસ

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

જેસીબી ચાલક ઘાયલ થયો હતો તેમજ અસામાજીકોએ આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29 : વાપી જુના શાકમાર્કેટમાં પાલિકા દ્વારા ગેરકાયદે દબાણો હટાવવા માટે ગયા સોમવારે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન અસામાજિક તત્ત્વોએ હલ્લાબોલ સાથે પથ્‍થરમારો કર્યો હતો. પાલિકાની કામગીરી અટકાવવાનો પ્રયાસ કરેલો તેથી પોલીસે 15 જેટલા આરોપીઓ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી તે પૈકી 8ની ધરપકડ પોલીસે કરી છે.
વાપી નગરપાલિકા દ્વારા જુનાશાકભાજી માર્કેટમાં 20 ફુટ પહોળો આર.સી.સી. રોડ બનાવવા હેતુ વચ્‍ચે આવતા ગેરકાયદે દબાણો હટાવવા ડિમોલિશન કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન વ્‍હોરા મસ્‍જીદ પાસે ઉત્તમ જયશ્વાલની દુકાનની છત તોડતા પથ્‍થરમારો કરાયો હતો તેમજ જે.સી.બી.ની તોડફોડ કરી આગ ચાંપવાની કોશિશ પણ કરાયેલી હતી. પોલીસે આ ઘટનાના 15 જેટલા આરોપીઓ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધી હતી તે પૈકી મનોજ જયશ્વાલ, રવિકાન્‍ત જયશ્વાલ, અભિષેક અને અન્‍ય નાબાલિક સાથે આઠ આરોપીની ધરપકડ કરી લીધી છે.

Related posts

પારડી તાલુકાના વિવિધ ગામોમાં દક્ષિણ વિભાગકોળી સમાજ મંડળ દ્વારા વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

ચીખલી ખરીદી કરવા આવેલ વંકાલના ગુમ યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢયો

vartmanpravah

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ત્રિ-દિવસીય દમણ મુલાકાતનો આરંભ

vartmanpravah

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah

Leave a Comment