October 13, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી શામળાજી ને.હા.56 ઉપર પડેલાખાડા માટે ધારાસભ્‍ય બેઠયા ખાડામાં : ખાડા મહોત્‍સવ ઉજવાશે

કોંગ્રેસ કાર્યકરો સાથે ધારાસભ્‍ય અનંત પટેલએ શરૂ કરેલો ખાડા મહોત્‍સવ : ધારાસભ્‍ય સહિત કાર્યકરોની ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપીથી શામળાજી જતો નેશનલ હાઈવે 56 ઉપર પડેલા ખાડાઓ વિરૂધ્‍ધ આજે વાંસદાના ધારાસભ્‍ય અને કોંગ્રેસ કાર્યકરોએ ખાડા મહોત્‍સવનો પ્રારંભ કરીને સૌ કાર્યકરો ખાડામાં બેસી જઈ જન આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા.
વાપી-શામળાજી નેશનલ હાઈવે વાપીથી વાંસદા-વઘઈ, ધરમપુર, નાનાપોંઢા વચ્‍ચે પસાર થતો હાઈવે ચોમાસામાં તૂટી ચૂક્‍યો છે. હાઈવે ઉપર પડેલા ખાડા જાહેર બાંધકામ વિભાગ નજર અંદાજ કરી રહેલ છે ત્‍યારે વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલએ આજથી ખાડા મહોત્‍સવ ઉજવવાનું એલાન કર્યું છે. ઠેર ઠેર ખાડાઓની પૂજા કરાશે. વાસણો ધોવામાં આવશે. ખાડાઓનું જતન કરવાનો તાર્કિક સંદેશા સાથે જનઆંદોલનનો પ્રારંભ કર્યો હતો. રોજ રોજ હાઈવેના ખાડા માટે જુદા જુદા કાર્યક્રમો આપીને જોરદાર વિરોધ કરવામાં આવશે. આજે ખાડા આંદોલનના પ્રારંભ સાથે ખાડાઓ ઉપર કાર્યકરો બેસી ગયા બાદ ખાડાની પૂજા કરી રહ્યા હતા તેથી ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી અને ધારાસભ્‍ય સાથે તમામની ધરપકડ કરી હતી. વિરોધપક્ષનાનેતા હસમુખ પટેલ તા.કોંગ્રેસ પ્રમુખ નિકુંજભાઈ, ઉનાઈ સરપંચ મનીષ પટેલ, ચંપાબેન સહિતના કાર્યકરો ખાડા મહોત્‍સવમાં જોડાયા હતા તેમજ ધારાસભ્‍ય સાથે ખાડાઓમાં બેસી ગયા હતા.

Related posts

સેલવાસ વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં ડેન્‍ટલ વિભાગના સર્જનોને મળી મોટી સફળતા

vartmanpravah

ભારતનું ભવિષ્‍ય યુવાનો મજબૂત બને ના ઉમદા આશ્રયથી માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર અને રેસ પારડી દ્વારા દ્વિતીય ‘‘રન પારડી રન” યોજાઈ

vartmanpravah

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

vartmanpravah

ધરમપુરના આંબોસી ભવઠાણમાં બાઈક અડફેટે મહિલાનું મોત

vartmanpravah

વાપી નગપાલિકાનાં ચીફ ઓફિસર અને પ્રમુખે લીધેલી સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપીની મુલાકાત

vartmanpravah

અબ્રામા હાઈવે ઉપર બે બાઈક ભટકાતા પડી ગયેલ યુવાન ઉપર ટ્રેક્‍ટરનું ટાયર ફરી વળતા કરુણ મોત

vartmanpravah

Leave a Comment