October 15, 2025
Vartman Pravah
Breaking Newsદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નિર્માણાધીન રાજ નિવાસ બિલ્‍ડીંગનું કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

કવરત્તી, તા.30 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપમાં ચાલી રહેલા વિવિધ વિકાસકામોની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપના મુખ્‍ય મથકકવરત્તી પહોંચી અહીં નિર્માણાધીન રાજ નિવાસ બિલ્‍ડીંગનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ, એન્‍જિનિયરો તથા કોન્‍ટ્રાક્‍ટરોને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.

આ પહેલાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માતૃશ્રી હિરાબાના નિધનના સમાચાર સાંભળી ખુબ જ વ્‍યથિત થયા હતા. તેમણે સો વર્ષનું સ્‍વસ્‍થ આયુષ્‍ય જીવી, અને દુનિયાભરને મા-દીકરાના અતૂટ પ્રેમના સાક્ષી બનાવીને આપણી વચ્‍ચેથી વિદાય લેનાર, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના માતૃશ્રી હીરાબાના અવસાનના સમાચાર સાંભળીને વ્‍યથિત થયો છું, ભગવાન તેમના આત્‍માને શાંતિ આપે. ઓમ્‌ શાંતિ. માતૃદેવોભવઃ એમ ટ્‍વીટર ઉપર ટ્‍વીટ કરતા હિરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

જીએનએલયુ સેલવાસનું ગૌરવ વિદ્યાર્થી દિવ્‍યાંશ જોશીએ ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધામાં પ્રથમ પુરસ્‍કાર મેળવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસથી ટીવી પડદે બ્‍લેક આઉટ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના નવનિયુક્‍ત સેક્રેટરી પર્યંત જાની અને જે.ઈ. હિરેન પટેલનું કરાયું અભિવાદન

vartmanpravah

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

vartmanpravah

કપરાડાના મોટાપોંઢા ગાંધી આશ્રમમાં બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી બાળ દિવસની ઉજવણી કરી

vartmanpravah

રખોલી મેઈન રોડ પર મોપેડને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

Leave a Comment