October 14, 2025
Vartman Pravah
ગુજરાતપારડીવલસાડ

પારડી તાલુકામાં લોન આપવાના બહાને લોકોને છેતરનારો ચીખલીનો ઈસમ ઝડપાયો

બેંકમાં નોકરી કરતો હોવાનું જણાવી પ્રોસેસિંગ ફી ના બહાને પૈસા પડાવતો : પારડી તાલુકા સહિત અનેક લોકો બન્‍યા છે શિકાર
દિન-પ્રતિદિન વધતી જતી બેકારીને લઈ અનેક શિક્ષિત યુવાનો પણ શોર્ટકટમાં પૈસા કમાવા ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30 : વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બેંકમાંથી બોલતો હોવાનું જણાવી લોન અપાવવાના બહાને લોકોનેલોભામણી લાલચ આપી લોન પેટે તથા પ્રોસેસિંગ ફ્રી પેટે અમુક પૈસા પડાવવી એમની સાથે છેતરપિંડી કરતા હોવાના કિસ્‍સા બની રહ્યા હતા.
આવો જ કંઈક કિસ્‍સો પારડી તાલુકાના આમળી ખાતે રહેતા અમિતભાઈ સુભાષભાઈ ધોડિયા પટેલ સાથે બનવા પામ્‍યો છે. થોડા દિવસ અગાઉ અમિતભાઈના મોબાઈલ ફોન પર એક્‍સિસ બેન્‍કમાંથી નિલેશ હરિભાઈ ભરડે રહે.ગોડથલ, પટેલ ફળિયા, ચીખલી બોલું છું હોવાનું જણાવી તમને એક લાખ રૂપિયાની લોન મળશે પરંતુ પ્રોસેસિંગ ફી ના તમારે 1230 રૂપિયા ચૂકવવા પડશે હોવાનું જણાવતા અમિતભાઈએ પોતાના પત્‍નીના મોબાઈલમાંથી રૂા.1230 ગુગલ પે દ્વારા ચૂકવી દીધા હતા પરંતુ ત્‍યારબાદ નીલેશે ફોન ઉપાડવાનું બંધ કરી દેતા આ અંગે શંકા જતા અમિતભાઈએ પોતાની પત્‍નીના મોબાઈલથી ફોન કરી લોન જોઈએ અંગેની વાત કહેતા નિલેશે પ્રોસેસિંગ ફીના રૂા.5,500 ચૂકવવા પડશે હોવાનું જણાવતા અમિતે રોકડા પૈસા લઈ જાઓ હોવાનું કહી નિલેશને પારડી બોલાવ્‍યો હતો. નિલેશ પૈસા લેવા પારડી આવતા પારડી પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો. પૂછપરછ દરમ્‍યાન આ નિલેશે બેંકમાં નોકરી કરતો હોવાનું જણાવી (1) ભાવિનીબેન વિજયભાઈ રહે.અંબાજી (2) કંચનબેન સંજયભાઈ નાયકા રહે.ઉદવાડા (3) કિશનભાઈ હરખ બહાદુર ચુનારા રહે.પારડી (4) કેતનભાઈચંપકભાઈ પટેલ રહે.આમળી (5) બંસીભાઈ બાલુભાઈ પટેલ રહે.સુખેશ સહિત અન્‍ય ઘણા લોકો સાથે લોન આપવાના બહાને છેતરપીંડી કરી હોવાનું બહાર આવતા પોલીસે આ ચીટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વાપી-દમણમાં મોબાઈલ સ્‍નેચીંગ કરતો રીઢો આરોપી જીઆઈડીસી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

નગવાસથી સુરજીભાઇ ગુમ

vartmanpravah

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

પોલીસ બેન્‍ડની સુરાવલી સાથે વલસાડમાં વિકાસ પદયાત્રા નીકળીઃ ઘોડે સવાર પોલીસે આકર્ષણ જમાવ્‍યું

vartmanpravah

આલીપોરના માજી સરપંચ વિરૂધ્ધ છેતરપીંડીનો ગુનો નોîધાયોઃ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

‘‘ગુજરાત રાજ્‍ય કક્ષા” એ વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજના એન.એસ.એસ. વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

Leave a Comment