October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરાથી ટયુશન જવાનું કહી નિકળેલી ચાર સગીરાઓ નવસારી સ્‍ટેશનએ ઝડપાઈ

શુક્રવારે ઘરેથી નિકળી ગઈ હતી : ટી.સી.ની સમય સુચકતા આધિન સગીરાઓ મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી ડુંગરાથી ગત શુક્રવારે ચાર સગીરા સહેલીઓઘરેથી ટયુશન જવાનું કહી નિકળી હતી. ત્‍યાર બાદ ઘરે પરત નહીં ફરતા પરિવારોમાં દોડધામ મચી ગઈ હતી. અંતે બીજા દિવસે સગીરાઓ મળી આવતા વાલીઓએ હાશકારો લીધો હતો.
વાપી ડુંગરાથી ચાર સગીરાઓ ઘરેથી ટયુશન જવાનું જણાવી શુક્રવારે નિકળી હતી પરંતુ રાત સુધી ઘરે પાછી નહી ફરતા ચારેયના પરિવારો ચિંતામાં મુકાઈ ગયા હતા. સગીરાઓ વાપી રેલવે સ્‍ટેશને એકઠી થઈને સુરત તરફ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી. નવસારી સ્‍ટેશને ટીસીએ સગીરા પાસે ટિકિટ માંગતા ગલાતલ્લા કરેલા તેથી ટીસીને શંકા જતા નવસારી સ્‍ટેશન ઉપર ઉતારી દીધી હતી અને રેલવે પોલીસને સોંપી હતી. પોલીસે પૂછપરછ કરતા સગીરાઓએ સાચી માહિતી આપી હતી તેથી પોલીસે પરિવારોનો સંપર્ક કરી પરિવાર સાથે મિલન કરાવ્‍યું હતું.

Related posts

સેલવાસ લાયન્‍સ અંગ્રેજી માધ્‍યમ શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડની સોફટવેર કંપનીએ દુનિયામાં 80 દેશોમાં ગુજરાત નામ ગુંજતું કર્યું

vartmanpravah

વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કપરાડાના બામણવાડામાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

દીવના પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની બીજે દિવસે પણ હડતાળ યથાવત રહેતા મુશ્‍કેલીઓમાં વધારો થયો

vartmanpravah

લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક ઉપરથી ઉત્તેજના ગાયબઃ પહેલી વખત વિકાસની રાજનીતિ ટોપ ઉપર

vartmanpravah

Leave a Comment