Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

  • આજે બપોરે 1:30 વાગ્‍યે ઝરી મરી માતા મંદિર ખારીવાડથી કોળી પટેલ સમાજની વાડી સુધી નિકળનારી શોભાયાત્રા

  • શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન વિશ્વ પ્રસિદ્ધ કથાકાર મેહુલભાઈ જાની કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.02 : શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ મંડળ દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે મંગળવાર તારીખ 3જી જાન્‍યુઆરી, 2023થી શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે થઈ રહ્યું છે. જેમાં વ્‍યાસપીઠ ઉપરથી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. શ્રી મેહુલભાઈ જાની(ખેરગામવાળા) કથાનું રસપાન કરાવશે.
આવતી કાલ તા.3જી જાન્‍યુઆરીના રોજ કથાનો પ્રારંભ કરાશે અને આવતી કાલે બપોરે 1:30 વાગ્‍યે ઝરી માતા મંદિર ખારીવાડથી શોભાયાત્રા નિકળી કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે પહોંચશે.
આવતી કાલથી યોજાનારી શ્રીમદ ભાગવત કથાને લઈને દમણ જિલ્લા કોળી પટેલ સમાજમાં આનંદ અને ઉત્‍સવનો માહોલ ઉભો થયો છે અને મોટી સંખ્‍યામાં લોકો લાભ લેશે એવીઅપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

દાદરા નગર હવેલીમા 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

ચીખલી અને રાનકુવા વિસ્‍તારમાં નીતિ-નિયમોને નેવે મુકી વાણિજ્‍ય હેતુ માટે કરાયેલા આડેધડ બાંધકામો

vartmanpravah

વાપી કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ પાડવાના મામલે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી અસરકર્તા માટે વળતરની માંગ

vartmanpravah

વાપી હાઈવે ઉપર ભેંસોનું ટોળુ વચ્‍ચે આવી જતા કેમિકલ ટેન્‍કર પલટી મારી ગયું

vartmanpravah

ચીખલીના ચિતાલી ગામે ફોર્ચ્‍યુનર કારે ઈકો કારને અડફેટે લીધી: ફોર્ચ્‍યુનર કારમાંથી પોલીસે દારુનો જથ્‍થો કબ્‍જે કરી કાર ચાલક સામે ગુનો નોંધ્‍યો

vartmanpravah

ચીખલી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના ખાતેદારનું અકસ્‍માતમાં મોત નિપજતા બેંક દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પરિવારને બે લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

vartmanpravah

Leave a Comment