Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણ

દમણ લાયન્‍સ ક્‍લબ દ્વારા કપરાડાના મનાલા, રોહિયાળ, જામગભાણ, વાડધા અને બુરલાના ગામના જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું કરાયેલું વિતરણ

બાળકોને સ્‍કૂલ કીટ, બિસ્‍કીટ તથા વેફરના પેકેટનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : લાયન્‍સ પરિવાર દમણ દ્વારા તેમની સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ગત તા.31મી ડિસેમ્‍બરના રોજકપરાડા તાલુકાના અંતરિયાળ ગામડાના જરૂરિયાતમંદ લોકોને ધાબળા (બ્‍લેન્‍કેટ) તથા બાળકોને સ્‍કૂલ કીટ, બિસ્‍કીટ અને વેફરના પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ લાયન્‍સ પરિવાર દમણ દ્વારા પ્રોગ્રામ મેનેજર લાયન પ્રવિણભાઈ પ્રભાકરના નેતૃત્‍વમાં ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારના ગામડાઓ જેમાં કપરાડાના મનાલા, રોહિયાળ, જામગભાણ, વાડધા અને બુરલામાં જરૂરિયાતમંદ લોકોને કડકડતી જંઠીમાં ઉપયોગી ધાબળા(બ્‍લેન્‍કેટ)નું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં 500 નંગ ધાબળા વિતરણ કરાયા હતા. જ્‍યારે બાળકો અને પુખ્‍તવયનાઓ માટે કપડાં, બાળકોને 100 નંગ સ્‍કૂલ કિટ, 200 પેકેટ બિસ્‍કીટ, વેફર કીટ, ટેનિસ બોલ કીટ વગેરેનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.
ગરીબજરૂરિયાતમંદ લોકોને ધાબળા તથા બાળકોને કપડાં, સ્‍કૂલ કીટ, બિસ્‍કીટ-વેફર વિતરણના મુખ્‍ય દાતાઓ તરીકે લાયન મુકેશભાઈ ભાઠેલા, લા. ડો. રાણા(અમેરિકા), લા. પાર્વતીનેબ મકનભાઈ કોચીનવાલા દ્વારા રહ્યા હતા.
આ સેવાકીય કિટના વિતરણ કાર્યક્રમમાં તાલુકા વિસ્‍તારના ગામોના સરપંચ શ્રી સુરેશભાઈ, શ્રી મુકેશભાઈ, શ્રી મગનભાઈ સાપટા, શ્રી મહેશ શિંદે, શ્રી વસંતભાઈ કામડી, શ્રી ભીમજીભાઈ મોર અને આ સેવાભાવી અગ્રણી શ્રી લક્ષ્મણભાઈ જનાથિયા વગરે ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યારે લાયન પરિવાર દમણ તરફથી લાયન પ્રેસિડેન્‍ટ ગાયત્રી ઠક્કર, લાયન શ્રી ખુશમન ઢીંમર, કવિતા ઢીંમર, કાન્‍તિ પામસી, જ્‍યોત્‍સના પામસી, વિજય સોમા, ધર્મિષ્‍ઠાબેન વિજય, સવિતા પ્રભાકર, પ્રવિણ પટેલ, વર્ષા પટેલ, ધનસુખ ચાઈવાલા, સવિતાબેન ચાયાવાલા, કાન્‍તિ દમણિયા, અશોક રાણા, ઈલાબેન ટેલર, હીરાભાઈ ટંગાલ, ધ્‍વનિતભાઈ વગેરે હાજર રહ્યા હતા.

Related posts

દમણવાડા ગ્રા.પં. દ્વારા બારિયાવાડ અને ઢોલર ખાતે યોજાયેલી ચૌપાલ બેઠક

vartmanpravah

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

નુમા ઇન્‍ડિયા ઈન્‍ટર સ્‍કૂલ એકેડેમી કરાટે ચેમ્‍પિયનશીપનું કરાયેલું સમાપન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

મશીન લર્નિંગ અને ડેટા માઈનિંગના ક્ષેત્રમાં સંશોધનના આધારે દમણની સરકારી પોલીટેકનિક કોલેજ દ્વારા ડો. અરૂણાને IUCAA એસોસિએટશીપ શોધ પુરસ્‍કારથી પુરસ્‍કૃત કરાયા

vartmanpravah

વાંસદાના સિણધઈ ગામે દીપડાએ ધોળા દિવસે બે ખેત મજૂરો પર હુમલો કરતા લોહી લુહાણ

vartmanpravah

Leave a Comment