June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની સકલ અને સુરત બદલનારા રેલવે ફલાય ઓવરબ્રિજનો થ્રીડી વ્‍યુજ : 10 હજાર વાહનોની સુગમ અવરજવર થશે

મુખ્‍ય આકર્ષણ : 1.80 કિ.મી. લંબાઈ, 16 મીટર પહોળાઈ, ત્રણ શહેરોની કનેક્‍ટીવીટી, ચાર સ્‍થળોએ ફોટીયા વાળા સ્‍લીપ રોડ બનશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: જેના માટે વાપી શહેરે સંઘર્ષનો પ્રારંભ કરી દીધો છે તેવો મહત્‍વાકાંક્ષી રેલવે ફલાય ઓવરબ્રિજની થ્રીડી વ્‍યુ આવી ચૂકી છે. કાલ્‍પનિક થ્રીડી વ્‍યુ ભવિષ્‍યના નિર્માણ થનાર બ્રિજની પરિકલ્‍પના વ્‍યુજમાં પ્રસ્‍તુત કરાયો છે.
વાપી પૂર્વ-પશ્ચિમ ને જોડતો હાર્ટ લાઈન રોડ એટલે રેલવે ફલાય ઓવરબ્રિજ. હયાત બ્રિજ ધ્‍વંશ થઈ રહ્યો છે પરંતુ ભવિષ્‍યનો બ્રિજ કેવો હશે? અને શું શું ઉપયોગીતા પુરવાર કરશે તેનો થ્રીડી વ્‍યુજ રજૂ થઈ ચૂક્‍યો છે. નાણા-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના અથાગ પ્રયત્‍નો થકી સાકાર થનાર ફયુચર બ્રિજ 140 કરોડના ખર્ચે તૈયાર થશે. 1.80 કિલોમીટર લાંબો અને 16 મીટર પહોળો હશે. ચાર સ્‍થળોએ ફાંટીયા સ્‍લીપ રોડ હશે તેમાં સરકીટ હાઉસ આગળ, ગોલ્‍ડ કોઈન સર્કલ-વાત્‍સલ્‍ય સ્‍કૂલ જી.એસ.ટી. ભવનથી છરવાડા રોડ ક્રોસિંગ જેવા ચાર ફાંટીયાઓથી પુલ ઉપર ચઢી શકાશે, ઉતરી શકાશે. આ ફયુચર પુલથી વાપી-સેલવાસ અને દમણ શહેરોની કનેક્‍ટીવીટી વધશે. હાઈવેની પણ કનેક્‍ટીવીટી વધશે તેમજ પુલ ઉપર દરરોજ 10 હજાર જેટલા વાહનોની અવરજવર સુગમ બનશે. આગામી સમયે આ ફયુચર બ્રિજ વાપી શહેરની સકલ અને સુરત બદલવા સક્ષમ હશે. ફસ્‍ટ હાલ બે-એક વર્ષ થોડી મુસિબતો અને સંઘર્ષ વેઠવો પડશે. પછી સુખ જ પરમ સુખ જ હશે!

Related posts

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ

vartmanpravah

સુરખાઈ ખાતે સમસ્‍ત ઢોડિયા સમાજ યુવક-યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

પતિએ છીનવી લીધેલા ત્રણ માસના દીકરાનું ૧૮૧ અભયમે જનેતા સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

બગવાડા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરેઃ ટૂંક સમયમાં લોકાર્પણની ચાલતી તૈયારીઓ

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

vartmanpravah

દમણ અને દાનહના એસ.પી.ની આંતરિક બદલીઃ દમણના એસ.પી. તરીકે રાજેન્‍દ્ર મીણા અને દાનહમાં અમિત શર્મા

vartmanpravah

Leave a Comment