October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાત

એલ. એન્‍ડ ટી. કંપની હજીરા તથા મહાકાલ એજ્‍યુકેશન ગૃપ દ્વારા અનોખું આયોજન: ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવના સાથે ધનશેર પ્રાથમિક શાળામાં આનંદોત્‍સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હાંસોટ, તા.05 : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ધનશેર પ્રાથમિક શાળા ખાતે શાળાનાં બાળકોમાં સર્વ ધર્મ સમભાવની ભાવના કેળવાય તે હેતુથી એલ. એન્‍ડ ટી. કંપની હજીરા (સુરત) તથા મહાકાલ એજયુકેશન ગૃપનાં સહયોગથી તાજેતરનાં નાતાલ પર્વની ઉજવણીનાં ભાગરૂપે શાળામાં આનંદોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શાળાનાં બાળકોને નાતાલ પર્વનું મહત્‍વ સમજાવવામાં આવ્‍યું હતું. બાળકોએ ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરી વિવિધ ગીતો પર ડાન્‍સ કર્યો હતો. સાથે જ સૌ જુદી જુદી રમતો રમ્‍યા હતાં. સાન્‍તાક્‍લોઝદ્વારા બાળકોને વિવિધ ગિફટ પણ આપવામાં આવી હતી.
આ ઉત્‍સાહભર્યા માહોલમાં શાળાનાં તમામ બાળકોએ સ્‍વાદિષ્ટ મિસળપાંવની જયાફત માણી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં આચાર્ય રસિક રાઠોડ સહિત સ્‍ટાફગણે જહેમત ઉઠાવી હતી. શાળા વ્‍યવસ્‍થાપન સમિતિનાં અધ્‍યક્ષ કાંતિભાઈ પટેલે અંતમાં આભારવિધિ આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચારપ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Related posts

વલસાડ જિલ્લામાં ઉમરગામથી નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્‍ટી પ્રોજેક્‍ટની’ કરાવેલી શરૂઆત

vartmanpravah

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

vartmanpravah

સેલવાસ પાલિકા સભ્‍ય સુમનભાઈ પટેલ દ્વારા દરેક પંચાયતોમાં ગૌશાળા માટે અન્‍ય જગ્‍યા પર જમીન ફાળવણી કરવા કલેક્‍ટરને રજૂઆતકરાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપના ગાવ ચલો અભિયાન અંતર્ગત આગેવાનો ગામડા ખુંદી દરેક બુથ પર જઈ સરકારની યોજનાઓથી લોકોને વાકેફ કરશે

vartmanpravah

ચિવલ ખાતેથી દારૂ ભરેલ ટ્રક ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

Leave a Comment