Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણસેલવાસ

સંઘપ્રદેશોની વિવિધ પંચાયતોમાં વડ, પીપળો અને ઉંબરાના છોડોનું કરાયેલું વાવેતર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વન વિભાગ દ્વારા પ્રદેશમાં વિવિધ પંચાયતોમાં એક અઠવાડિયા દરમ્‍યાન વડ, પીપળો અને ઉંબરાના છોડોનું વાવેતર કરવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચો, ગ્રામજનો સહીત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાનહના ખાનવેલ, સુરંગી, આંબોલી અને પંચાતયતો તથા દમણમાં દમણવાડા સહિતની પંચાયતોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. એક સમય એવો હતો જ્‍યારે સેલવાસ અને આજુબાજુના વિસ્‍તારમાં વડ, પીપળા અને ઉંબરાના ઝાડો મોટી સંખ્‍યામાં જોવા મળતા હતા. પ્રદેશમાં વિકાસની લ્‍હાયમાં આ બધા વડ અને પીપળાનાઝાડોનું નિકંદન નીકળી ગયું છે. હાલમાં એની સંખ્‍યા ગણીગાંઠી જ રહી જવા પામી છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ

vartmanpravah

ખરડપાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દે થયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

સાયકલ ફ્રેન્‍ડલી નેબરહુડના પ્રમુખે બિહારમાં બાળકો અને મહિલાઓ માટે સાયકલ તાલીમ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

19મી ડિસેમ્‍બરે દમણના 63મા મુક્‍તિ દિવસની કલેક્‍ટરાલયના પટાંગણમાં આન બાન શાન સાથે થનારી ઉજવણી

vartmanpravah

દીવ પ્રશાસક દ્વારા નાગવા બીચથી ઘોડિધર બીચ પર 5 કિ.મી. લાંબી માનવ સાંકળનું આયોજન

vartmanpravah

વાપીમાં વધુ એક વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુથી મોત

vartmanpravah

Leave a Comment