Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દશેરા એ શુદ્ધ ઘીની જલેબી અને સીંગતેલમાં બનાવેલા ફાફડા તો માત્ર રજવાડીના જ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: નવરાત્રી પૂર્ણ થયા બાદ વિજયા દશમી દશેરાની ઉજવણી કરવામાં આવે છે ત્‍યારે દરેક જગ્‍યા ઉપર ગુજરાતમાં ફાફડા જલેબી ખાવાનું લોકો ભૂલતા નથી. સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો ફાફડા જલેબી આરોગી જતા હોય છે પરંતુ સ્‍વાસ્‍થ્‍ય માટે સંપૂર્ણપણે શુદ્ધ અને ગુણવત્તા યુક્‍ત ફાફડા અને જલેબી દરેક જગ્‍યાએ મળી શકે એવી બહુ જૂજ શકયતા છે ત્‍યારે વાપીમાં છેલ્લા કેટલાક વર્ષોથી દશેરાના દિવસે ફાફડા અને જલેબી સ્‍વાસ્‍થ્‍ય માટે શુદ્ધ અને ગુણવત્તા યુક્‍ત બનાવનાર એકમાત્ર નામ છે રજવાડી ફાફડા અને જલેબી. જે છેલ્લા કેટલાક વર્ષોથી લોકોને ગુણવત્તા યુક્‍ત ફાફડા જલેબી પૂરા પાડે છે. જીતુભાઈ દ્વારા વાપીની જનતાને શુદ્ધ ઘીમાં બનેલી જલેબી અને શુદ્ધ સીંગતેલમાં બનાવવામાં આવેલા ફાફડા પૂરા પાડવામાં આવે છે. જ્‍યાં વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળે છે. અહીંના ફાફડા વર્ષોથી જેવો લે છે તેઓ બીજી વાર જીતુભાઈને ત્‍યાં જ ફાફડા લેવા આવતા હોય છે ત્‍યારે આ વર્ષે પણ જીતુભાઈ દ્વારા મોરારજી સર્કલ પાસે રજવાડી ફાફડાનો સ્‍ટોર લગાવવામાં આવ્‍યો છે, જ્‍યાં વહેલી સવારથી જ લોકોની માંગ અને પહોંચી વળવા માટે ફાફડા જલેબી અને પ્રખ્‍યાત રાજકોટની ચટણી પણ લોકોનેપૂરી પાડવા માટે પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વહેલી સવારથી જ તેમને ત્‍યાં મોટી સંખ્‍યામાં સૌરાષ્‍ટ્રવાસીઓ ફાફડા અને જલેબી લેવા ઉમટી પડે છે. જેની પાછળનું કારણ છે કે તેઓ શુદ્ધતા અને ગુણવત્તા વર્ષોથી જાળવી રાખી છે. આમ આજે પણ ગુણવત્તા યુક્‍ત ફાફડા જલેબી લેવા હોય તો જીતુભાઈને ત્‍યાં એટલે કે રજવાડી ફાફડા જલેબી વાપીમાં એક ઉત્તમ નામ છે.

Related posts

રાજપૂત સમાજ મેરેજ બ્‍યુરો કોસંબા અને આદિત્‍ય એનજીઓ નરોલીના સહયોગથી રાજપૂત સમાજના અપરણિત પાત્રો અને છૂટાછેડા થયેલા હોય તેવા પાત્રો માટે રવિવારે નરોલી પંચાયત હોલ ખાતે યોજાનારો પરિચય મેળો

vartmanpravah

પારડીમાં હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

દીવના બૂચરવાડા, સાઉદવાડી અને નાગવા વિસ્‍તારોમાં ગેરકાયદેસર બાંધકામનું જેસીબી દ્વારા ડીમોલેશન કરાયું

vartmanpravah

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

vartmanpravah

વાપી જકાતનાકા નજીક બલીઠા સર્વિસ રોડ ઉપર બે કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment