October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ટોનાકાથી 33 લાખથી વધુના મુદ્દામાલ સહિત દારૂ ભરેલ કન્‍ટેઈનર ઝડપતી પારડી પોલીસ

ડુપ્‍લીકેટ સેનેટરી ચીજોની બીલ્‍ટી બનાવી દમણથી દારૂ ભરી બારડોલી જઈ રહ્યું હતું કન્ટેઈનર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11: પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. મયુર પટેલ આજરોજ શહેરી સવારે આશરે 2:35 થી 4:35 ના સમયગાળા દરમિયાન પારડી વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન એમને દમણથી બગવાડા ટોલનાકા થઈ સુરત તરફ જતું એક દારૂ ભરેલ કન્‍ટેનર આવી રહ્યા હોવાની બાતમી મળતા તેઓ પોતાના સ્‍ટાફ સાથે બગવાડા પહોંચ્‍યા હતા.
આ દરમિયાન બાતમી વાળું કન્‍ટેનર નંબર એમએચ 46 બીએમ 9774 આવતાકન્‍ટેનરને ટોર્ચ વડે લાઈટ બતાવી ઉભુ રખાવી કન્‍ટેનર ડ્રાઈવર અશોક દાનબહાદુર યાદવ રહે. ટ્રાન્‍સલાઈન, મયુરી ટ્રાન્‍સપોર્ટ કંપની, કલમ બોલી, રાયગઢ, મહારાષ્‍ટ્ર પૂછપરછ કરતા તેણે ભીલાડ નજીક આવેલ વીકે ઈન્‍ડસ્‍ટ્રીઝમાંથી ડિસ્‍પોઝેબલ બેગ સૂટ અને સેનેટરી ચીજ વસ્‍તુઓ લઈ અમદાવાદ જઈ રહ્યો છું કહી આ અંગેની ઈન્‍વાઈઝ બિલ રજૂ કર્યું હતું. પરંતુ પીઆઈ મયુર પટેલને મળેલ સચોટ બાટલીને લઈ કન્‍ટેનર તપાસ દરમિયાન આ કન્‍ટેનરમાંથી અલગ અલગ બ્રાન્‍ડની દારૂના બોક્‍સ 385 બાટલી અને ટીન મળી કુલ 16,356 નંગ દારૂની બોટલો કિંમત રૂપિયા રૂા.12,92,400 ની કિંમતનો દારૂ મળી આવ્‍યો હતો. આમ પારડી પોલીસને રૂા.12,92,400 નો દારૂ, 20 લાખ રૂપિયા કન્‍ટેનરની કિંમત, રોકડા 10 હજાર રૂપિયા અને 5000 રૂપિયાનો મોબાઈલ મળી કુલ 33 લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન આ કન્‍ટેનર ચાલકે અગાઉ દમણ ઉદ્યોગનગર પાસેથી દારૂ ભરી બારડોલી પહોંચતો કર્યો હોય એ જ દારૂ મોકલનારે મોબાઈલ દ્વારા ફરી એકવાર દમણથી બારડોલી દારૂ પહોંચતો કરવાનું જણાવ્‍યું હતું. પારડી પોલીસે મોબાઈલ નંબરના આધારે માલ ભરાવનાર અને મંગાવનારને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા JEEMainના વિદ્યાર્થીઓ માટે Target 99 Percentile પ્રોગ્રામ

vartmanpravah

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

vartmanpravah

વલસાડમાં રવિવારે સ્‍મશાન ભૂમિમાં 4 હજાર વૃક્ષો રોપાશે, 3 વર્ષ સુધી જતન પણ કરાશે

vartmanpravah

ચીખલીના થાલા ગામેથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરી માર્ગના સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્‍યઃ વિકાસ થંભી ગયો

vartmanpravah

ભાવિકાબેન પટેલ હિન્‍દી વિષયમાં પીએચડી થયા

vartmanpravah

દમણમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે આયોજીત વિશાળ મહિલા સંમેલનમાં સુપ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ મહિલાઓને આપેલો મંત્ર : સ્‍વસ્‍થ, મસ્‍ત અને વ્‍યસ્‍ત રહો

vartmanpravah

Leave a Comment