April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના

દિ. 11-8-1961ના દિવસે તત્‍કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ દાદરા નગર હવેલીને ભારતના સંઘરાજ્‍યમાં સમાવવાનો ઠરાવ કરીને સંસદ સમક્ષ રજૂ કર્યો સંસદે આ ઠરાવને ઘણા જ હર્ષોલ્લાસથી સર્વાનુમતે પસાર કર્યો અને આ વિસ્‍તારને ભારતીય સંઘપ્રદેશ જાહેર કરવામાં આવ્‍યો

(…ગતાંકથી ચાલુ)
અંગ્રેજો અને પોર્ટુગીઝ વચ્‍ચેનો વ્‍યવહાર કેવો હોવો જોઈએ એ બાબતે દિ. 26 ડિસેમ્‍બર 1878નાદિવસે થયેલા કરારની કલમ ક્રમાંક 29ના પરિચ્‍છેદ અનુસાર ‘આ જગ્‍યાનો સેના કે શષાોની હેરાફેરી માટે ઉપયોગ કરવો નહીં’ એવો સ્‍પષ્‍ટ ઉલ્લેખ થયેલો હતો.
હેગ ન્‍યાયાલયે બંને તરફની દલીલો સાંભળ્‍યા પછી દિ. 12 એપ્રિલ 1960ના દિવસે આ પ્રમાણે ચુકાદો આપ્‍યો.
1. દમણથી નગર હવેલી સુધી આવ જા કરવાના પોર્ટુગલના પારંપરિક અધિકારને ભારતે ઈ.સ. 1954ના બંધારણમાં સંરક્ષણ આપેલું નથી.
2. પોર્ટુગલના આ જગ્‍યા પરથી જવા આવવાનાર અધિકારનો વિરોધ કરવાનું ભારતે બંધ કરવું એવી પોર્ટુગલની માગણી પર વિચાર કરવા માટે આ ન્‍યાયાલય સક્ષમ નથી.
3. આ હદમાંથી પોર્ટુગલને જવાનો અધિકાર છે પણ સશષા સેના માટેનો આ અધિકાર નથી.
આ ચુકાદાનો પોર્ટુગલે એવો અર્થ કરી લીધો કે આ મુદ્દે તેમનો જ વિજય થયો છે અને તે આધારે તેમણે વિજયોત્‍સવ મનાવવાની શરૂઆત પણ કરી દીધી. આ ચુકાદાની વૈશ્વિક સ્‍તરે પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિય હતી. અમેરિકાનાં સમાચારપત્રોએ પોર્ટુગીઝોનો વિજય થયો એવો આ ચુકાદાનો અર્થ કર્યો હતો. તો યુનોના નિરીક્ષકોનું આ બાબતમાં કહેવું હતું કે પોર્ટુગલને આ ચુકાદાનો અર્થ જ સમજાયો નથી. તેમણે આ ચુકાદા પછી તત્‍કાળ યુનાઈટેડ નેશન્‍સ સંયુક્‍ત રાષ્‍ટ્ર સંઘમાં ફરિયાદ દાખલ કરવાની જરૂર હતી.
ન્‍યાયાલયના આ ચુકાદાપછી દાદરા નગર હવેલી ભારતના મુખ્‍ય પ્રવાહમાં મેળવવાનો માર્ગ મોકળો થયો. સ્‍વયંસેવકોએ દાદરા નગર હવેલી મુક્‍ત કર્યા પછી હેગ ન્‍યાયાલયનો ચુકાદો આવે ત્‍યાં સુધી શાસનવ્‍યવસ્‍થા સંભાળવા માટે જે વરિષ્‍ઠ પંચાયતની રચના થઈ હતી તેમણે હવે સર્વાનુમતે ઠરાવ પસાર કરીને દાદરા નગર હવેલી ભારતીય પ્રજાસત્તાકના એક અંગ તરીકે સ્‍વીકારી લેવાની ભારત સરકારને વિનંતી કરી. આ વિનંતીના અનુસંધાને ભારત સરકારે પરિસ્‍થિતિનો અંદાજ મેળવવા માટે એક કાર્યદક્ષ અધિકારી શ્રી એચ. કે. એલ. કપૂરની નિમણૂક કરી. તેમણે તૈયાર કરેલા અહેવાલને આધારે ગુજરાત સરકારના અનુભવી આઈ.એ.એસ. અધિકારી શ્રી કે.જી.બાદલાણીની ત્‍યાંના વહીવટકર્તા તરીકે નિમણૂક કરવામાં આવી.
નવા વહીવટકર્તા શ્રી બાદલાણીએ લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા 21 સભ્‍યોની નવી વરિષ્‍ઠ પંચાયત બનાવી. આ ચૂંટાયેલા સભ્‍યોએ પછી સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો કે અમે લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા સભ્‍યો છીએ અને એ સભ્‍યપણાની રૂએ અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે આ પ્રદેશનો ભારતના સંઘરાજ્‍યમાં સમાવેશ કરવો.
ભારત સરકારે તેમની આ માગણીનો સ્‍વીકાર કર્યો અને દિ. 11-8-1961ના દિવસે તત્‍કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ દાદરા નગર હવેલીને ભારતના સંઘરાજ્‍યમાં સમાવવાનો ઠરાવકરીને સંસદ સમક્ષ રજૂ કર્યો. સંસદે આ ઠરાવને ઘણા જ હર્ષોલ્લાસથી સર્વાનુમતે પસાર કર્યો અને આ વિસ્‍તારને ભારતીય સંઘપ્રદેશ જાહેર કરવામાં આવ્‍યો.
દાદરા નગર હવેલી મુક્‍તિનો આ ઈતિહાસ આ સૌ સમક્ષ નમ્રતાપૂર્વક રજૂ કરતાં હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. ફિરંગીઓની ગુલામીમાંથી આ પ્રદેશને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના.

ઈતિ શુભમ્‌.

Related posts

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડમાં ફાયરમેનની પરીક્ષા આપવા આવેલા 7 પરીક્ષાર્થીઓ નવી ટેક્‍નોલોજીના ગેજેટ સાથે પકડાયા

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરિફાઈ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પરિવહન વિભાગની નવતર પહેલઃ પ્રદેશના પ્રત્‍યેક પેસેન્‍જર વાહનોમાં હવે કચરો નાંખવા ટીંગાડાશે એક થેલી

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્‍થિતિમાં તા.18 અને 19મી ઓગસ્‍ટે દમણની સુપ્રસિદ્ધ દેવકા બીચ રિસોર્ટ ખાતે યોજાશે ભાજપની બે દિવસીય ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ

vartmanpravah

વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉદવાડા, ઉમરગામ વિસ્‍તારમાં સી.આર.ઝેડ.નું થઈ રહેલું ઉલ્લંઘન

vartmanpravah

Leave a Comment