April 23, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં શિક્ષક જગતમાં બની દુઃખદ ઘટના : વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્‍યક્ષ અલ્‍કેશભાઈ છાયાનું હૃદય રોગના હુમલમાં સારવાર દરમિયાન નિધન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
વલસાડ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખશ્રીનું દુઃખદ નિધન થયું છે. તેમની તબિયત અચાનક બગડી વલસાડની ખાનગીહોસ્‍પિટલમાં તાત્‍કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્‍યા હતા જ્‍યાં બે દિવસની સારવાર દરમિયાન તેને મૃત જાહેર કર્યા હતા. તબીબોના પ્રાથમિક અભિપ્રાય મુજબ હૃદય રોગનો હુમલો આવ્‍યો હોવાનું જણાવ્‍યું હતું.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની ઓમકચ્‍છ પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્‍યક્ષ શ્રી અલ્‍કેશભાઈ બી. છાયાનું ગત મોડી રાત્રે વલસાડની હોસ્‍પિટલમાં દુઃખદ અવસાન થયું હતું. આકસ્‍મિક ઘટના બની જેથી પરિવારમાં મૃત્‍યુ થાયાની જાણ થતા સમગ્ર પરિવાર દુઃખદ ભારે આઘાત લાગ્‍યો હતો. નિવાસ સ્‍થાન મરલા ખાતે શ્રધાંજલિ અને સ્‍મશાન યાત્રામાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. અંતિમ ક્રિયા ધરમપુર સ્‍મશાન ગૃહ પર કરવામાં આવી હતી.
અલ્‍કેશભાઈ છાયા આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. અલ્‍કેશભાઈ છાયા કપરાડામાં શિક્ષણ માટે વર્ષોથી આદિવાસી બાળકોના અભ્‍યાસ કરવા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી શિક્ષણમાં પ્રગતિ કરી હતી.
બી.આર. સી. ની સેવા દરમિયાન અંતરિયાળ વિસ્‍તારમાં અનેક સમસ્‍યાઓ શિક્ષકો વિદ્યાર્થીઓ અને જર્જરિત મકાનો માટે સરકારમાં અનેક રજુઆત કરી સમસ્‍યાઓ હલ કરવામાં સફળતા મેળવી હતી. હાલમાંકપરાડાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. સાથે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શૈક્ષણિક સંઘ પ્રમુખ તરીકે જિલ્લાના શિક્ષકો અનેક રીતે સહયોગ આપતા હતા. આદિવાસી વિસ્‍તારમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ બન્‍યા છે. નિરાધાર વ્‍યક્‍તિ અને સારૂં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને દર મહિને આર્થીક મદદરૂપ થઇ રહ્યા હતા. રાષ્‍ટ્રીય કામગીરી અનેક ચૂંટણીમાં સંચાલનની કામગીરી કરી હતી.
વલસાડ જિલ્લામાંજ નહીં પણ સમગ્ર ગુજરાતમાં શિક્ષક સમાજમાં લોકોમાં જાણીતા એક શિક્ષક હતા. મૃત્‍યુ વહેલી સવારે મેસેજ મળતા સમગ્ર વિસ્‍તારમાં અને શિક્ષકોમાં ભારે શોક ફેલાયો હતો.
શ્રધાંજલિ અને સ્‍મશાન યાત્રામાં ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદ પટેલ, ડો.ધીરુભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રાથમિક સંઘ પ્રમુખ ગોકુળ પટેલ, શૈક્ષણિક સંઘ અને પ્રાથમિક સંઘ હોદ્દેદારો, આચાર્યો, શિક્ષકો,અગ્રણી આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતા.

Related posts

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

થ્રીડી પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશભાઈ પટેલ અને ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની આનંદ ઉત્‍સાહ સાથે નવતર રીતે કરેલી ઉજવણી

vartmanpravah

વાપી સલવાવ ખાતે સેલ્‍યુટ તિરંગા દ્વારા સેલ્‍ફ ડિફેન્‍સ કાર્યક્રમ લોન્‍ચિંગ

vartmanpravah

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

દાનહના ખાનવેલ રેસ્‍ટ હાઉસમાં આયોજીત દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં દાનહના થયેલા સર્વાંગી વિકાસથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બતાવેલી સંતુષ્‍ટિ

vartmanpravah

દમણના તમામ ગામોને આદર્શ ગામ જાહેર કરવા અને જન પ્રતિનિધિઓનો અભિપ્રાય લીધા બાદ રસ્તા તથા ગટરોનું નિર્માણ કરવા જિ.પં. પ્રમુખ બાબુભાઈ પટેલની સલાહ

vartmanpravah

Leave a Comment