September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખડકી પેટ્રોલપંપ પર છૂટા માંગવા આવી ડ્રોઅરમાં રાખેલ 25 હજાર લઈને પલાયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11: ઠંડીની મોસમ એટલે ચોરોની સિઝન. અનેક ચોરીઓ ઠંડીની મોસમ દરમ્‍યાન જ થતી હોય છે. પારડી ખાતે પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઠંડીની મોસમમાં ચોરીઓ થતી આવી છે. આ વરસે થોડી મોડી એટલે કે ગઈકાલ રાતથી ખડકી ખાતે આવેલ પેટ્રોલપંપ પર રૂા.25 હજાર જેટલી રોકડની ચીલઝડપ કરી ચોરોએ પોલીસની ઉંઘ હરામ કરી પોલીસને દોડતી કરી દીધી છે.
બનાવની વિગત મુજબ ખડકી હાઈવે સ્‍થિત સીધ્‍ધી વિનાયક પેટ્રોલપંપ ખાતે ગઈકાલે રાતે મોટર સાયકલ લઈ આવેલ બે અજાણ્‍યા ઈસમો પૈકી એક ઈસમ પેટ્રોલપંપના બીજા નંબરના પોઈન્‍ટ પર જઈ ત્‍યાં હાજર ફિલર હિતેશભાઈ પાસે 500 રૂપિયાના છૂટા માંગતા હિતેશભાઈ એમને પોતાના ટેબલના ડ્રોઅરમાંથી સો રૂપિયાની પાંચ નોટ ગણી છૂટા આપી ડ્રોઅર બંધ કરી ચાવીને બીજા ખાનામાં મૂકી અન્‍ય આવેલ મોટર સાયકલમાં પેટ્રોલ નાંખવા જાય છે. મોટર સાયકલ સવારે પણ રૂા.500ની નોટ આપતા ફિલર હિતેશભાઈ પોતાના ડ્રોઅર પાસે આવી જોતા બધુ ખુલ્લું હોય અને ડ્રોઅરમાં મુકેલા રૂા.500ના દરની 49 નોટ તથા 100ના દરની ચાર નોટ મળી કુલ રૂા.24,500નું બંડલ તથા બાજુમાં ઉભેલ છૂટા લેવા આવેલ અજાણ્‍યો ઈસમ પણ ગાયબ હતો.સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા છૂટા લેવા આવેલ અજાણ્‍યો ઈસમ ડ્રોઅરમાંથી રૂપિયાનું બંડલ લઈ હાઈવે પર ઉભેલા અન્‍ય એક મોટર સાયકલ પર બેસી બન્ને રેમન્‍ડ કંપની તરફ જતા જોવા મળે છે.
બનાવની ખબર થતાં જ પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. મયુર પટેલ સહિત અન્‍ય ડી. સ્‍ટાફે સ્‍થળ પહોંચી તપાસ આદરી હતી. પોલીસ માટે લાલ આંખ સમાન આ બનાવને લઈ પોલીસ સજાક બની ચોરો અને ચોરી ન થાય એ માટે કોઈ એક્‍શન પ્‍લાન બનાવે એ ખૂબ જરૂરી બન્‍યું છે કારણકે એકવાર ચોરીની શરૂઆત થયા બાદ સતત ચોરી થતી હોવાના કિસ્‍સા પારડી ખાતે બની ચુકયા છે.

Related posts

દાનહની નમો મેડિકલ કોલેજ માટે ડીન સહિત પ્રોફેસરો માટેની ઓર ર1 પોસ્‍ટોને ભારત સરકારે આપેલી મંજૂરી

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા દ્વારા વિદ્યાર્થીઓને નોટબૂક તથા યુનિફોર્મ વિતરણ કરાયા

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સિસ્‍ટમ અંગે સઘન ચેકિંગ: 41 જેટલા મિલકત ધારકોને નોટીસ અપાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં પુર આવ્‍યાને દોઢેક માસ જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને કેળ સહિતના પાકોમાં નુક્‍શાનીની સહાય ન ચૂકવાતા નારાજગી ફેલાવા પામી છે

vartmanpravah

નરોલી પંચાયત દ્વારા ગૌમાતાની સુરક્ષા અને નરોલી સેલવાસ રોડ પર ભારે વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ અંગે કરાયેલી રજૂઆત

vartmanpravah

વાપી-વલસાડ સહિત જિલ્લામાં મધરાતે ગાજવીજ કડાકા સાથે તોફાની વરસાદ પડયો

vartmanpravah

Leave a Comment