Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

માત્ર 13 વર્ષના ગાળામાંવૈશ્વિક સ્‍તરે 290 મેરેથોનમાં ભાગ લેનાર તેમજ આ વર્ષે 300 થી વધુ મેરેથોન પાર કરવા માટે સજ્જ જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકા આ વર્ષે પણ 15 જાન્‍યુઆરી, 2023ના રોજ મુંબઈમાં યોજાનારી 42 કિલોમીટરની બહુચર્ચિત ફૂલ મેરેથોનમાં દોડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
મુંબઈ, તા.12: માણસ ચાહે તો તે કોઈની પમ પાસેથી પ્રેરણા લઈને જીવનમાં આગળ વધી શકે છે. પિતાના હાર્ટ એટેકમાંથી દોડવાની શીખ મળેલી તેથી 49 વર્ષની વયે મેરેથોન કારકિર્દીની શરૂઆત કરનાર હિતેશભાઈએ અત્‍યાર સુધી 290 સફળતાપૂર્વક મેરેથોન પૂરી કરી છે અને આ વર્ષે 300 થી વધુ મેરેથોન પાર કરવા માટે સજ્જ છે.
61 વર્ષિય શ્રી હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકા એક અગ્રણી એક્ષપોર્ટ હાઉસ-ગુટકા ગ્રુપ ઓફ કંપની કે જે 50 થી વધુ દેશોમાં વૈશ્વિક સ્‍તરે ભારતીય ખાદ્યપદાર્થોની (ખાસ કરીને લિજ્જત પાપડ) નિકાસ કરે છે તેના મેનેજીંગ ડાયરેક્‍ટર છે. તેઓ ઈન્‍ડિયન સ્‍પાઈસ અને ફૂડસ્‍ટફ એક્‍સપોર્ટર્સ એસોસિએશનના અધ્‍યક્ષ છે. તેઓ આ વર્ષે પણ 15 જાન્‍યુઆરી, 2023ના રોજ મુંબઈમાં યોજાનારી બહુચર્ચિત મેરેથોનમાં 42 કિલોમીટરની ફૂલ મેરેથોનમાં તેઓ ભાગ લેવાના છે.
2022માં તેમણે વૈશ્વિક સ્‍તરે કુલ 76 મેરેથોનમાં ભાગ લીધો હતો. જેમાં કશ્‍મીર ટુ કન્‍યાકુમારીઆત્‍મનિર્ભર ભારત રત્‍ન, 7 વનડર્સ વર્ચ્‍યુલ મેરેથોન, 7 કોન્‍ટિનેન્‍ટસ વર્ચ્‍યુલ મેરેથોન, નોઈડા ગ્રાન્‍ડ મેરેથોન 6ઠી આવૃતિ, અર્થ ડે રન, જીતો પૂને મેરેથોન, અંબાલા હાફ મેરેથોન, પવઈ રન, લોનાવાલા વર્ષા મેરેથોન, માલશેજ ઘાટ મોનસુન હાફ મેરેથોન, 15મી વર્ચ્‍યુલ ઈન્‍ડિપેન્‍ડન્‍સ ડે રન એન્‍ડ રાઈડ, ઈન્‍ડિપેન્‍ડન્‍સ મેરેથોન 1, આઈઆઈટી મુંબઈ હાફ મેરેથોન, થાણે હાફ મેરેથોન તેમજ 12 કલાક સ્‍ટેડિયમ રનનો સમાવેશ થાય છે.
મેરેથોનમાં દોડવું અને પૂરી કરવી એ સહેલી છે પરંતુ કોઈપણ જાતની ઈજા થયા વગર મેરેથોન પૂરી કરવી એ સૌથી મહત્‍વનું તેમજ અઘરૂં છે. બીમારી દૂર ભાગવા મેરેથોનમાં દોડું છું. વધતી ઉંમરે અનેક બીમારીઓ થતી હોય છે જેને આપણાથી દૂર રાખવા માટે ભાગવું જરૂરી છે. હું જ્‍યાં સુધી દોડતો રહીશ ત્‍યાં સુધી સ્‍વસ્‍થ રહીશ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. જોકે તેઓએ મોટી ઉંમરે દોડવાનું શરૂ કર્યું હતું પરંતુ તેમનો ઉત્‍સાહ ખૂબ જ નોંધપાત્ર છે.
ન્‍યુ યોર્ક, શિકાગો, બેન્‍ગકોક, સિંગાપોર, બર્લિન, ફુકેટ, લંડન ક્‍યાંય પણ મેરેથોનનું આયોજન હોય તેઓ ત્‍યાં અચૂક પહોંચી જાય અને જેનું પ્‍લાનિંગ વર્ષની શરૂઆતમાં જ ચાલુ થઈ જાય. મેરેથોન માટે આવો પ્રેમ ધરાવતા હિતેશભાઈ રહસ્‍ય પરથી પડદો ઉઠાવતાં રહે છે, આજથી લગભગ 25 વર્ષ પહેલાં મારાફાધરને હાર્ટ એટેક આવ્‍યો ત્‍યારે ડોક્‍ટરે મારી સામે જોઈને કહ્યું વર્કઆઉટ નહીં કરેગા તો તેરા ભી યહી હાલ હોગા. બસ ત્‍યારથી દોડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં 5 કિલોમીટર દોડતો હતો. ધીમે-ધીમે સમય વધારતો ગયો. રનિંગની મજાને શબ્‍દોમાં વર્ણવી શકાય એમ નથી. મને 12 કલાકની અલ્‍ટ્રા રનમાં દોડવાની સૌથી વધારે મજા આવે છે. એટલું જ નહીં પરંતુ બીજાને દોડતાં જોઈને પણ એટલો જ આનંદ થાય છે. એક વખત કચ્‍છમાં 60 વર્ષના કપલને દોડવાની પ્રેરણા આપી એને હું મારી રનિંગ લાઈફની ધન્‍ય ઘડી માનું છું. મને દોડતો જોઈને લોકો પ્રેરિત થાય એનાથી મોટું કોઈ ઈનામ ન હોઈ શકે.”

Related posts

ચીખલીના હરણગામમાં પુરગ્રસ્‍ત228 પરિવારો માટે પાકા મકાનોનું નિર્માણ કરાશેઃ કેબિનેટ મંત્રીના હસ્‍તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

vartmanpravah

મોટી દમણની વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની તાઈક્વાન્ડો ચેમ્પિયનશીપમાં ભાગ લેવા રવાના

vartmanpravah

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા વણાકબારા ગ્રામ પંચાયત ખાતે ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગત શાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

ખંડણી વસૂલી, અસામાજિક પ્રવૃત્તિ, આદિવાસીઓની જમીન હડપ કરવી જેવી પ્રવૃત્તિમાં લિપ્ત દાનહના 4 શખ્‍સો પાસામાં ધકેલાયાઃ જિલ્લાપ્રશાસને જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment