January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

દમણ ન.પા. અને જિ.પં.ના અધ્‍યક્ષોએ દમણવાડા અને પરિયારી ગ્રા.પં. વિસ્‍તારમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓના લાભાર્થી સાથે કરેલી મુલાકાત

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અને ન.પા. અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયા તથા દમણ જિલ્લા પંચાયતના પ્રમુખજાગૃતિબેન કલ્‍પેશભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલય અને નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન(રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન)ના લાભાર્થીઓ સાથે પણ કરેલો સંવાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : આજે દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અને દમણ ન.પા.ના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા અને દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન કલ્‍પેશભાઈ પટેલે દમણવાડા અને પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી તેમના અનુભવોની માહિતી મેળવી હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલય અને નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન(રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન)ના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને શ્રીમતી મનિષાબેનની સાથે અન્‍ય બહેનો અને કાર્યકર્તા ભાઈઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વીએચપી કાર્યકરોએ વલસાડ જિલ્લા કલેક્‍ટરની શુભેચ્‍છા મુલાકાત લીધી

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં મગરવાડા ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ સ્‍થળની લીધેલી મુલાકાત

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં એનએસએસ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ કરેલું વૃક્ષારોપણ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડની સિંગર વૈશાલી બલસારાના ત્રણ પૈકી એક હત્‍યારાને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

સેલવાસનાઆમલી વિસ્‍તારમાં દૂકાનોની બહાર ઉતારવામાં આવેલ ક્રેટમાંથી દૂધ ચોરી જવાની ઘટના સીસીટીવી કેદ

vartmanpravah

Leave a Comment