June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-વાંસદા રોડ ઉપર મારૂતિ વેનમાં આગ લાગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.19: રાનકુવાથી ગુરૂવારની બપોરના સમયે એક મારૂતિ કાર નં. જીજે-21-એએ-2895માં એલ્‍યુમિનિયમની બારી લઈ વલસાડ તરફ જવા કારમાં ત્રણેક જેટલા લોકો નીકળ્‍યા હતા. દરમ્‍યાન ચારેક વાગ્‍યાના સમય દરમ્‍યાન ચીખલી વાંસદા રાજ્‍યધોરી માર્ગ ઉપર અઢારપીર ખાંડસરી પાસે આવતા કારમાં અચાનકધુમાડો નીકળતા કારને રોડની સાઇડે ઉભી રાખતા એકાએક આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ ગણદેવી ફાયર ફાઇટરને કરાતા સ્‍થળ ઉપર આવી આગને કાબુમાં લીધી હતી. જોકે ફાયર ફાઇટર આવે એ પહેલાં જ વાન બળી ને ખાખ થઈ જવા પામી હતી. જોકે કારમાં આગ લાગતા રાનકુવા ચીખલી તરફનો વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઈ જવા પામ્‍યો હતો. ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ સ્‍થળ ઉપર પહોંચી ગઈ હતી.

Related posts

ખાણ ખનિજ ખાતાઍ માટી ખનન કરતા બે જેસીબી ઝડપી પાડ્યા

vartmanpravah

વલસાડમાં 21મી જાન્‍યુઆરીએ અયોધ્‍યા આનંદ ઉજવાશે : તિથલ કિનારે 51 હજાર દીવડા પ્રગટાવાશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી અને સહ પ્રભારી સહિત ભાજપના આગેવાનોએ દમણના આદિવાસી નેતા ભાવિક હળપતિના ઘરે લીધેલું બપોરનું ભોજન

vartmanpravah

આંબોલી ગ્રામ પંચાયતના વેલુગામમાં ‘સરકાર તમારા ઘર પર’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા શિક્ષણ ખાતાના બે અધિકારીઓને નેશનલ એવોર્ડ એનાયત

vartmanpravah

દાનહ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરને એક લાખ મતોથી વિજયી બનાવવા યુવા નેતા સની ભીમરાની હાકલ

vartmanpravah

Leave a Comment