September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

પ્રાણીન ફાઉન્‍ડેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌ-પોષણ યોજનાનો ત્‍વરિત અમલ કરવા માંગ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: પ્રાણીન ફાઉન્‍ડેશન દ્વારા ચીખલી મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌશાળા પાંજરાપોળોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગૌ પોષણ યોજનાનો ત્‍વરિત અમલ કરવાની માંગ કરવામાં આવી છે.
પ્રાણીન ફાઉન્‍ડેશન (અગ્નિવીર) દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્ર જણાવ્‍યાનુસાર સંવેદનશીલ સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળમાં આવેલ ગૌવંશને નિભાવવા માટે રૂપિયા 500 કરોડ અને રખડતા પશુઓ માટે રૂા.100 કરોડ મળી કુલ્લે રૂા.600 કરોડ ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર વ્‍યક્‍ત કરીએ છીએ અસલ મોંઘવારી અને આર્થિક તકલીફના કારણે ગૌશાળા પાંજરાપોળને મળતી દાનની આવક બંધ થવાની સંસ્‍થાઓ દેવાદાર બની છે. જેના કારણે સંસ્‍થાઓને પોતાના પશુઓને નિભાવ કરવો ખૂબ જ મુશ્‍કેલ બન્‍યો છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ ગૌ પોષણ યોજનાનો અમલમાં વિલંબ ના કારણે ગૌશાળા પાંજરાપોળમાં આવેલ તથા રખડતા અસંખ્‍ય પશુઓના મૃત્‍યુના કારણે ગૌ ભક્‍તોમાં ખૂબ જ દુઃખ ની લાગણી વ્‍યાપી ગયેલ છે. અનેહાલત ખૂબજ કપરી બનેલ છે. આવા કપરા સમયમાં દરેક સંસ્‍થાઓ જીવદયા પ્રેમીઓ તથા ગૌ ભક્‍તો આપણા હિન્‍દુ ધર્મની ધરોહર અને આધાર સ્‍તભ એવા ગૌ વંશને બચાવવા રાષ્‍ટ્રવાદી અને લોકપ્રિય સરકાર પાસે આર્થિક સહાયની આશા રાખી રહ્યા છે. અને ગૌ પોષણ યોજનાનો ત્‍વરિત અમલ થાય એવી માંગ કરવામાં આવી હતી.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ દ્વારા મફત આંખની તપાસના કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં ડૉક્‍ટર્સ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

અંડર-19 રાજ્‍યકક્ષા કુસ્‍તી સ્‍પર્ધામાં સારસ્‍વત સ્‍કૂલ વિજેતા

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા આવેલું પરિણામ

vartmanpravah

વાપી પ્રમુખ ગ્રીન સીટી ચલા છેલ્લા 4 વર્ષથી નવરાત્રી મહોત્‍સવનું થતું આયોજન

vartmanpravah

આજે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં જિ.પં., ગ્રા.પં. અને ન.પા.ની યોજાયેલી ચૂંટણીના પરિણામ આવેલાના 3 વર્ષ પૂર્ણ

vartmanpravah

Leave a Comment