Vartman Pravah
Breaking Newsખેલગુજરાતદમણદીવદેશ

રોટરી ક્‍લબ ભરૂચ દ્વારા દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે કોર્પોરેટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉદ્‌ઘાટનઃરોટરી ક્‍લબ ભરૂચ દ્વારા ટૂર્નામેન્‍ટના માધ્‍યમથી એકત્ર થનારા ભંડોળનો ઉપયોગ વિદ્યાર્થીઓના વિકાસ માટે થવાનો હોવાથી વ્‍યક્‍ત કરેલી ખુશી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: શનિવારે દમણના સ્‍વામી વિવેકાનંદ રમતગમત સંકુલ-કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે રોટરી ક્‍લબ ઓફ ભરૂચ દ્વારા આયોજીત કોર્પોરેટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું ઉદ્‌ઘાટન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે રોટરી ક્‍લબ ભરૂચ દ્વારા ટૂર્નામેન્‍ટના માધ્‍યમથી એકત્રિત ભંડોળનો ભરૂચ નગરપાલિકાની સ્‍કૂલોમાં સ્‍માર્ટ ઈન્‍ટરએક્‍ટિવ વર્ગ બનાવવા માટે થનારા ઉપયોગ બદલ ખુશી વ્‍યક્‍ત કરી હતી. તેમણે માનવ સેવાના ઉમદા કામ માટે સ્‍વયં પણ જોડાઈ પોતાનું યોગદાન પણ આપ્‍યું હતું.
આ પ્રસંગે રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ 3060ના ગવર્નર શ્રી શ્રીકાંત ઈંદાની અને ગુજરાત વિધાનસભાના ભરૂચ વિસ્‍તારના પૂર્વ ધારાસભ્‍ય અને આ ટૂર્નામેન્‍ટના સ્‍થાપક શ્રી દુષ્‍યંતભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
આકાર્યક્રમમાં દમણના જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ, દમણના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ પોલીસ શ્રી અમિત શર્મા, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી પવન અગ્રવાલ તથા રોટરી ક્‍લબ ભરૂચના પ્રમુખ ડો. વિહંગ સુખડિયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
તા.21મી અને 22મી જાન્‍યુઆરીના બે દિવસ માટે આયોજીત રોટરી ક્‍લબ ઓફ ભરૂચની કોર્પોરેટ ટૂર્નામેન્‍ટમાં ભરૂચ જિલ્લાની 13 કોર્પોરેટ કંપનીઓની ટીમ તેમજ દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન, સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન, દમણ-દીવ પ્રશાસન અને રોટરી ક્‍લબ ઓફ ભરૂચની ટીમ મળી કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્‍તે એક દિવ્‍યાંગ દિકરીને ઈલેક્‍ટ્રીક મોટર સાથેની ટ્રાઈસિકલ પણ ભેટ આપવામાં આવી હતી. જેનાથી દિકરીના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન આવશે એવી આશા પણ વ્‍યક્‍ત કરાઈહતી.

Related posts

દાનહ પોલીસે સાયલી ગામેથી બે કિલો ગાંજા સાથે ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર ટામેટા ભરેલ ટેમ્‍પો અને ટ્રક ભટકાતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

નાયબ કલેક્‍ટર પ્રિયાંશુ સિંહની અધ્‍યક્ષતામાં દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી)ની સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

vartmanpravah

આજે બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

Leave a Comment