July 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયત ભ્રષ્‍ટાચાર મુક્‍ત પારદર્શક શાસન સાથે વિકાસના કામોમાં પણ અગ્રેસરઃ સરપંચ મુકેશ ગોસાવી

74મા ‘પ્રજાસત્તાક દિવસ’ અને સંઘપ્રદેશના ચોથા ‘નિર્માણ દિવસ’ની દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી ઉત્‍સાહભેર ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં 74મા ‘પ્રજાસત્તાક દિવસ’ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ચોથા ‘નિર્માણ દિવસ’ નિમિત્તે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ તિરંગો લહેરાવી શુભકામના પાઠવી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયત વિકાસ કામોમાં પણ અગ્રેસર રહી છે અને ભ્રષ્‍ટાચાર મુક્‍ત પારદર્શક શાસન આપવા આપેલા વાયદાને પૂર્ણ કરવાની દિશામાં પણ અનેક નવતર પહેલ કરી છે.
શ્રી મુકેશ ગોસાવીએ યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમના કારણે પ્રદેશે વિકાસની એક નવી મંજિલ શરૂ કરી છે. જેમાં દમણવાડા ગ્રામ પંચાયત પણ પાછળ નહીં હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, ફક્‍ત દમણમાં જ નહીં પરંતુ સમગ્ર સંઘપ્રદેશમાં દમણવાડાનો નાગરિક સ્‍વાભિમાન અને ઊંચા મસ્‍તક સાથે ફરી શકે તે પ્રકારનું વાતાવરણ પેદાકરવા આપણે બધાના સહકારથી સફળ રહેવા બદલ ખુશી પણ પ્રગટ કરી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, સભ્‍ય શ્રી વિષ્‍ણુભાઈ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી હરેશભાઈ (પપ્‍પુભાઈ) બારી, પંચાયતના યુવા આગેવાન શ્રી અરૂણભાઈ એફ. પટેલ તેમજ પંચાયતની સલાહકાર સમિતિના સભ્‍યો તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રી નિખિલ મીટનાએ કર્યું હતું.

Related posts

નાની દમણના કડૈયા માછીવાડ ખાતે અણમોલ સંસ્‍થા દ્વારા યોજાયેલ ત્રિ-દિવસીય સાંસ્‍કૃતિક કાર્યક્રમો

vartmanpravah

બરવાળાના લઠ્ઠાકાંડની ઘટના બાદ સફાળી જાગેલી ચીખલી પોલીસે જુદા જુદા ગામોમાં છાપો મારી દેશી દારૂના 9 જેટલા કેસો નોંધી 7 ને ઝડપી પાડયા : 2 વોન્‍ટેડ

vartmanpravah

દાનહના દપાડામાં કંપની સ્‍ટાફની બસે મોપેડચાલકને મારેલી ટક્કરઃ મોપેડચાલક યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

મધ્‍ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્‍દ્ર શાસ્ત્રી સોમનાથ મહાદેવના શરણે

vartmanpravah

પારડીના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકો કરીરહ્યા છે હાલાકીનો સામનો

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment