Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણના કડૈયા માછીવાડ ખાતે અણમોલ સંસ્‍થા દ્વારા યોજાયેલ ત્રિ-દિવસીય સાંસ્‍કૃતિક કાર્યક્રમો

અણમોલ સંસ્‍થાના સંચાલક અને દમણ બાલ ભવનના પૂર્વ વિદ્યાર્થીની અશ્વિનાબેન ટંડેલે ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકોની પ્રતિભાને ઉજાગર કરવા શરૂ કરેલું અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: નાની દમણના કડૈયામાં માછીવાડ ખાતે અણમોલ સંસ્‍થા દ્વારા ત્રિ-દિવસીય સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
બાલભવન દમણની પૂર્વ વિદ્યાર્થીની અને અણમોલ સંસ્‍થાના સંચાલક સુશ્રી અશ્વિનાબેન ટંડેલના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ બાળકોને ડાન્‍સ, કરાટે સહિત વિવિધ કળાઓ શિખવવામાં આવે છે. 6 થી 16 વર્ષ સુધીના બાળકો માટે આયોજીત કેમ્‍પમાં ડાન્‍સ, નાટક, પેઈન્‍ટિંગ, ક્રાફટ, યોગા, મ્‍યુઝિક સહિત વિવિધ કળાઓનું પ્રશિક્ષણ પણ આપવામાં આવ્‍યું હતું. બહેનો માટે રાખવામાં આવેલા અલગ કેમ્‍પમાં ભજન-ગીત ગાવાની સ્‍પર્ધા રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં બહેનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાષ્‍ટ્રપતિ પુરસ્‍કાર વિજેતા શિક્ષક શ્રી વિરેન્‍દ્ર પટેલ, શ્રી પિયુષ ટંડેલવગેરે પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

vartmanpravah

દમણ પોલીસે બંધ ઘરમાં ચોરીના ગુનામાં 03 આરોપીઓને વાપી રેલવે સ્‍ટેશનેથી ઝડપી પાડયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

આજે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશાળ કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી પત્રકભરશે

vartmanpravah

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

vartmanpravah

Leave a Comment