Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : નાની દમણ દલવાડાના સુપ્રસિદ્ધ બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં આયોજીત 7 દિવસીય શ્રીમદ્‌ ભાગવત કથાના પાંચમા દિવસે વૃંદાવન ધામના કથાવાચક અનંતાચાર્યજીમહારાજે શ્રદ્ધાળુઓને શ્રી કૃષ્‍ણ બાળ લીલા, કાળીનાગ મર્દન તથા ગોવર્ધન પૂજાની કથા રોચક શૈલીમાં સંભળાવી હતી.
ભગવાન શ્રી કૃષ્‍ણએ બાળપણમાં અનેક લીલાઓ કરી હતી. બાળ કૃષ્‍ણ દરેકનું મન મોહી લેતા હતા. નટખટ સ્‍વભાવના કારણે યશોદા માતા પાસે તેમની દરરોજ ફરિયાદો આવતી હતી. માઁ તેમને કહેતી હતી કે તું દરરોજ માખણ ચોરી કરીને ખાયા કરે છે ત્‍યારે તે મોઢું ખોલીને બતાવતો હતો કે મેં માખણ નથી ખાધું.
ભગવાન શ્રી કૃષ્‍ણએ કહ્યું હતું કે, ઈન્‍દ્રમાં શું શક્‍તિ છે? તેનાથી વધુ શક્‍તિશાળી તો આપણો ગોવર્ધન પર્વત છે. જેના કારણે જ વરસાદ થાય છે. આપણે ઈન્‍દ્રથી બળવાન ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. ઘણાં વિવાદો પછી શ્રી કૃષ્‍ણની આ વાત માનવામાં આવી અને વ્રજમાં ગોવર્ધન પૂજાની તૈયારીઓ શરૂ થઈ હતી. આ દરમિયાન શ્રદ્ધાળુઓ ભક્‍તિના સાગરમાં મંત્રમુગ્‍ધ બની ગયા હતા.
અત્રે યાદ રહે કે, જયરામદાસ અગ્રવાલ ચેરીટેબલ દ્વારા બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરના પાટોત્‍સવના ઉપલક્ષમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Related posts

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો : આગામી ત્રણ દિવસ દરમિયાન આવનાર વાવાઝોડાં અને વરસાદ અંગેની પણ જાણકારી અપાશે

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

vartmanpravah

દાનહના સીલી ખાતે 0.92 હેક્‍ટરની સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણની સાથે બાંધકામ પણ કરાતા પ્રશાસન દ્વારા હટાવાયું

vartmanpravah

વાપીના સી.એ. વિરૂધ્‍ધ વધુ એક કારનામાની પોલીસ ફરિયાદ જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.માં નોંધાઈ

vartmanpravah

ચોમાસામાં આહ્‌લાદક વાતાવરણ અને સૌંદર્યથી ભરપુર ચેરાપુંજીનો અહેસાસ કરાવતો સોળે કળાએ ખીલી ઉઠેલો વઘઈનો ‘ગીરા ધોધ’

vartmanpravah

Leave a Comment