December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નીતિ આયોગના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિલ્લા પ્રશાસન આરોગ્‍ય, પોષણ, શિક્ષણ, કૃષિ સેવાઓ, માળખાગત સુવિધા, સામાજિક વિકાસના કી પર્ફોર્મન્‍સ ઈન્‍ડીકેટર ઉપર નજર રાખશે

જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ અંતર્ગત અધિકારીઓને આપેલા જરૂરી દિશા-નિર્દેશો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દમણ કલેક્‍ટરાલયમાં શનિવારે કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાના અધ્‍યક્ષસ્‍થાને નીતિ આયોગના અંતર્ગત એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ (એબીપી)ની બ્‍લોક વિકાસ રણનીતિની તૈયારી માટે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સંઘપ્રદેશના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ વિભાગના સંયુક્‍ત સચિવ, દમણ જિલ્લાના ડેપ્‍યુટી કલેક્‍ટર અને અન્‍ય બ્‍લોક સ્‍તરીય અધિકારી ઉપસ્‍થિત રહ્યા હતા.
બેઠકની શરૂઆતમાં દમણ જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ (એબીપી) ઉપર ટૂંકમાં રજૂઆત કરી હતી અને પર્ફોર્મન્‍સ ઈન્‍ડીકેટરની ચાવી(કી)ના આધારભૂત મૂલ્‍યાંકન અને સંબંધિત વિભાગોનીભૂમિકાઓને પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી સમજાવી હતી.
વિસ્‍તૃત ચર્ચા બાદ દમણ જિલ્લા કલેક્‍ટરે ઉપસ્‍થિત તમામ અધિકારીઓ, હિતધારકો અને સંબંધિત વિભાગોને કી-પર્ફોર્મન્‍સ ઈન્‍ડીકેટર આરોગ્‍ય અને પોષણ, શિક્ષણ, કૃષિ સેવાઓ, માળખાગત સુવિધા, સામાજિક વિકાસ વગેરે ઉપર જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્‍યા હતા.

Related posts

વલસાડમાં એસ.ટી. બસે ટક્કર મારેલા બનાવમાં બાઈક સવાર દંપતિમાંથી પતિનું સારવારમાં મોત

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક નિલેશ ગુરવની દિલ્‍હી બદલી : દિલ્‍હીથી વિકાસ અહલાવતની સંઘપ્રદેશ થ્રીડીમાં બદલી

vartmanpravah

કોરોમંડલે ભારતીય ખેડૂતોને સશક્‍ત બનાવવા 10 નવી પાક સંરક્ષણ પ્રોડક્‍ટ રજૂ કરી

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર 71.49% મતદાન

vartmanpravah

દાનહ કલેક્‍ટર કચેરી 1જાન્‍યુઆરી, 2023થી નવી બિલ્‍ડીંગમાં કાર્યરત થશે

vartmanpravah

‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” : કથાકાર મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment