October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31: બાબા વાસુકીનાથ મહાદેવ મંદિર, દલવાડા ખાતે આયોજિત સાત દિવસીય શ્રીમદ્‌ ભાગવત કથાના આજે છઠ્ઠા દિવસે વૃંદાવન ધામના કથાકાર અનંતાચાર્યજી મહારાજે ભક્‍તોને ભગવાનના મથુરા જવા તથા કંસના વધની કથા સંભળાવી હતી. મહર્ષિ સાંદીપનીના આશ્રમમાં શિક્ષણ મેળવવું, કલ્‍યાવનની હત્‍યા, ઉદ્ધવગોપી સંવાદની સંગીત કથા, ઉદ્ધવે ગોપીઓને પોતાના ગુરુ બનાવ્‍યા, દ્વારકાની સ્‍થાપના અને રુક્‍મણી વિવાહની કથા પણ શ્રોતાજનોને મધુર વાણીમાં સંભળાવી હતી.
નાની દમણના દલવાડા સ્‍થિત બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં ચાલી રહેલી શ્રીમદ્‌ ભાગવત કથાના છઠ્ઠા દિવસે મંગળવારે શ્રી કૃષ્‍ણ રૂકમણી વિવાહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના સંદર્ભમાં, ભાગવતાચાર્યે કહ્યું કે મહારસમાં ભગવાન કૃષ્‍ણએ વાંસળી વગાડીને ગોપીઓને બોલાવી હતી અને મહારસ લીલા દ્વારા જ આત્‍મા પરમેશ્વરને મળ્‍યો હતો. તેમણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્‍ણએ 16,000 ગોપીઓ સાથે લગ્ન કર્યા અને તેમની સાથે સુખી જીવન જીવ્‍યું. તેમણે જણાવ્‍યું કે રૂક્‍મણી વિદર્ભ દેશના રાજા ભીષ્‍મની પુત્રી અને દેવી લક્ષ્મીનો અવતાર હતી. જ્‍યારે રુકમણીએ દેવર્ષિ નારદના મુખેથી શ્રી કૃષ્‍ણના સ્‍વરૂપ, સૌંદર્ય અને ગુણોની પ્રશંસા સાંભળી, ત્‍યારે તેણે પોતાના હૃદયમાં શ્રી કૃષ્‍ણ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ભગવાન શ્રી કૃષ્‍ણ રુક્‍મણીના લગ્નની ઝાંખીએ સૌને ખૂબ જ ખુશ કરી દીધા હતા. રૂકમણી વિવાહના પ્રસંગે ભક્‍તોને નાચવામજબૂર કર્યા હતા. આ દરમિયાન કથા મંડપમાં લગ્નનો પ્રસંગ આવતાની સાથે જ ચારે બાજુથી શ્રી કૃષ્‍ણ રૂકમણી પર પુષ્‍પોની વર્ષા થઈ હતી. કથાકાર શ્રીએ જણાવ્‍યું હતું કે, કૃષ્‍ણ રૂકમણીના લગ્ન સમારોહમાં જે ભક્‍તો આવે છે તેમની વૈવાહિક સમસ્‍યા કાયમ માટે સમાપ્ત થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરના પાટોત્‍સવ નિમિત્તે જયરામદાસ અગ્રવાલ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું છે. 2જી ફેબ્રુઆરીના ગુરૂવારે સુદામા ચરિત્ર સાથે કથાનું સમાપન કરવામાં આવશે. આ અવસરે બપોરે 12:00 વાગ્‍યાથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે.

Related posts

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

vartmanpravah

ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં 76 સ્‍વતંત્રતા દિવસની આનંદ-ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

કપરાડા નાસિક રોડ સુથારપાડા નજીક યુવાનોએ શ્રમદાન કરીને રોડના ખાડા પુર્યા : તંત્રને લપડાક

vartmanpravah

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

કોરોનાની સામે લડત આપવા દીવ સરકારી હોસ્‍પિટલ દરેક સુવિધાઓથી સજ્જ

vartmanpravah

ખાનવેલ પોલીસે ચોરીના 6 આરોપી અને એક રીસીવરની કરવામાં આવી ધરપકડ

vartmanpravah

Leave a Comment