December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાયલીમાં ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.12
દાદરા નગર હવેલીના સાયલી ગ્રામ પંચાયતમાં ભારત સરકાર પંચાયતી રાજ મંત્રાલયના સેક્રેટરી, દાનહ જિલ્લા પંચાયતના કાર્યકારી મુખ્‍ય અધિકારી ડો. અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગ્રામસભાનો શુભારંભ સરપંચ શ્રીમતી કુંતાબેન વિષ્‍ણુભાઈ વરઠા દ્વારા દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવી હતી. ત્‍યારબાદ સરપંચ શ્રીમતી કુંતાબેન વિષ્‍ણુભાઈ વરઠા દ્વારા ઉપસ્‍થિત મહેમાનોનું પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ ગ્રામસભામાં ગ્રામીણ વિકાસ, એગ્રિકલ્‍ચર, ફાઈનાન્‍સ, ઈન્‍ડસ્‍ટ્રીઝ, લેબર ઓફિસ, જાહેર કાર્યવિભાગ, એનઆરએલએમ ખાતુ, ઉચ્‍ચ માધ્‍યમિક અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન વિભાગ, પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક વિભાગ, આરોગ્‍ય વિભાગના અધિકારીઓ, બેંકના અધિકારીઓ, પીડબ્‍લ્‍યુડી વિભાગ, પશુપાલન વિભાગ, એસ.સી./એસ.ટી. કોર્પોરેશન, પંચાયત સ્‍ટાફ તથા દરેક ખાતામાંથી પધારેલ અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ સ્‍કીમો બાબતે માહિતી આપી આપવામાં આવી હતી અને ગ્રામજનો તરફથી પૂછાયેલ વિવિધ પ્રશ્નોનું નિવારણ બાબતે પ્રયાસ કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારી શ્રી મિથુન રાણા, ડીપીઓ આસિસ્‍ટન્‍ટ શ્રી મિતેશપાઠક, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી પ્રવિણભાઈ જાન્‍યાભાઈ ભોયા, પંચાયતના સભ્‍યો સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામના અંકલાસ ખાતે જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીની પ્રોબેશનરી આઈએએસ પ્રસન્નજી કૌરે લીધી મુલાકાત

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

વલસાડ છીપવાડ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા મુખ્‍યમંત્રી અને નાણામંત્રીને લેખિત રજૂઆત

vartmanpravah

રાનકુવામાં પોસ્‍ટ કર્મચારીના ઘરનું તાળું તોડી તસ્‍કરો કસબ અજમાવી ફરાર થઈ ગયા

vartmanpravah

હોટલ રિવાન્‍ટાના સભાખંડમાં દમણ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના સંયોજક વિનોદ તાવડેએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

૨૬-વલસાડ મતવિસ્તાર માટે તરણ પ્રકાશ સિંહા (આઇએએસ)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક

vartmanpravah

Leave a Comment