Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠમાં ‘દે ઘૂમાકે’ આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગીતાનો પ્રારંભ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામ ખાતે આવેલી લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા લક્ષ્મી ડાઈમંડના 50 વર્ષ અને ગજેરા ટ્રસ્‍ટના 30 વર્ષ પૂરા થતા ‘દે ઘુમાંકે-2023′ પ્રતિયોગિતાનું તા.01-02-2023 થી તા.08-02-2023 સુધી આયોજન કરવામાં આવ્‍યું છે. જેનું આજરોજ ચુનીભાઈ ગજેરાના હસ્‍તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતુ. આ પ્રતિયોગિતાના આયોજક પ્રો. પરિક્ષિત પટેલના જણાવ્‍યા મુજબ, આ પ્રતિયોગિતામાં વિવિધ શાળાની કુલ 24 ટીમોએ ભાગ લીધો છે. આ પ્રતિયોગિતા નોકઆઉટ પ્રકારની હશે. આ પ્રતિયોગિતાની સેમી ફાઈનલ અને ફાઈનલ 08-02-2023 નાં રોજ રમાડવામાંઆવશે.
ઉદ્‌ઘાટન બાદ જાદી રાણા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, તલાસરી અને કલ્‍યાણી શાળા, અતુલ વચ્‍ચે સ્‍પર્ધા યોજાઈ હતી જેમાં જાદી રાણા ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા વિજેતા બની હતી, ત્‍યાર બાદ બી.એ.પી.એસ સ્‍વામિનારાયણ શાળા, વલસાડ અને દક્ષિણા વિદ્યાલય, નારગોલ વચ્‍ચે સ્‍પર્ધા યોજાય હતી. જેમાં દક્ષિણા વિદ્યાલય વિજેતા બની હતી. ત્‍યારબાદ કવોલીફાઈડ સ્‍પર્ધામાં જાદી રાણા ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા વિજેતા બની સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની હતી. આ સિવાય તા.7/02/2023 દરમિયાન દરરોજ જુદી જુદી ટીમો વચ્‍ચે નોક આઉટ રમાશે અને ત્‍યારબાદ તા.8/02/2023 ના રોજ ફાઇનલ યોજાશે. લક્ષ્મી વિદ્યાપીઠ સંકુલના ટ્રસ્‍ટી ચૂનીભાઈ ભાઈ ગજેરા તેમજ લક્ષ્મી વિદ્યાપીઠ અંતર્ગત આવેલ વિવિધ શાળાઓ તથા કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ ઈજનેરી કોલેજના ડિરેક્‍ટર ડૉ. બસાવરાજ પાટીલે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું.

Related posts

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપના કવરત્તીમાં સ્‍થાનિક લોકોએ વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડને બિગ સ્‍ક્રીન ઉપરસાંભળ્‍યો

vartmanpravah

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

vartmanpravah

દાનહ નવા સ્‍પોર્ટ્‌સ કોમ્‍પલેક્ષ ખાતે યોગા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષણ અંતર્ગત શિક્ષકો માટે મસાટ સરકારી વિદ્યાલયમાં ઈનોવેશન ફેરનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment