(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામ ખાતે આવેલી લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા લક્ષ્મી ડાઈમંડના 50 વર્ષ અને ગજેરા ટ્રસ્ટના 30 વર્ષ પૂરા થતા ‘દે ઘુમાંકે-2023′ પ્રતિયોગિતાનું તા.01-02-2023 થી તા.08-02-2023 સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેનું આજરોજ ચુનીભાઈ ગજેરાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ પ્રતિયોગિતાના આયોજક પ્રો. પરિક્ષિત પટેલના જણાવ્યા મુજબ, આ પ્રતિયોગિતામાં વિવિધ શાળાની કુલ 24 ટીમોએ ભાગ લીધો છે. આ પ્રતિયોગિતા નોકઆઉટ પ્રકારની હશે. આ પ્રતિયોગિતાની સેમી ફાઈનલ અને ફાઈનલ 08-02-2023 નાં રોજ રમાડવામાંઆવશે.
ઉદ્ઘાટન બાદ જાદી રાણા ઉચ્ચતર માધ્યમિક શાળા, તલાસરી અને કલ્યાણી શાળા, અતુલ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી જેમાં જાદી રાણા ઉચ્ચત્તર માધ્યમિક શાળા વિજેતા બની હતી, ત્યાર બાદ બી.એ.પી.એસ સ્વામિનારાયણ શાળા, વલસાડ અને દક્ષિણા વિદ્યાલય, નારગોલ વચ્ચે સ્પર્ધા યોજાય હતી. જેમાં દક્ષિણા વિદ્યાલય વિજેતા બની હતી. ત્યારબાદ કવોલીફાઈડ સ્પર્ધામાં જાદી રાણા ઉચ્ચત્તર માધ્યમિક શાળા વિજેતા બની સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની હતી. આ સિવાય તા.7/02/2023 દરમિયાન દરરોજ જુદી જુદી ટીમો વચ્ચે નોક આઉટ રમાશે અને ત્યારબાદ તા.8/02/2023 ના રોજ ફાઇનલ યોજાશે. લક્ષ્મી વિદ્યાપીઠ સંકુલના ટ્રસ્ટી ચૂનીભાઈ ભાઈ ગજેરા તેમજ લક્ષ્મી વિદ્યાપીઠ અંતર્ગત આવેલ વિવિધ શાળાઓ તથા કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ ઈજનેરી કોલેજના ડિરેક્ટર ડૉ. બસાવરાજ પાટીલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.