Vartman Pravah
દમણદીવસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન ક્ષેત્રે થનારા અદ્‌ભૂત વિકાસનો પડઘો પાડતું બજેટઃ પૂર્વ સાંસદ ગોપાલભાઈ ટંડેલ(દાદા)

આજના સમયના મહત્‍વાકાંક્ષી સમાજ, ગામડાંઓ, ખેડૂતો, માછીમારો તથા મધ્‍યમવર્ગના સપનાઓને પૂર્ણ કરનારૂ મોદી સરકારનું પ્રગતિલક્ષી બજેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)એ 2023-24ના બજેટને આજના સમયના મહત્‍વાકાંક્ષી સમાજ, ગામડાંઓ, ખેડૂતો, માછીમારો તથા મધ્‍યમવર્ગના સપનાઓને પૂર્ણ કરનારૂં ગણાવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના ક્ષેત્રે રૂા.10 લાખ કરોડના અભૂતપૂર્વ રોકાણનાલક્ષ્યાંકથી યુવાનોને રોજગાર અને એક મોટી વસતી માટે આવકની તક ઉભી થશે.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલે(દાદા)એ સિનિયર સીટીઝનો માટે 15 લાખની લિમિટને વધારીને 30 લાખ કરવાની જોગવાઈને પણ વધારી છે. આ બજેટમાં પશુપાલન, ડેરી અને મત્‍સ્‍યપાલન પર ધ્‍યાન આપવા ઉપરાંત કૃષિ દેવાના લક્ષ્યને વધારી 20 લાખ કરોડ રૂપિયા કરવાની કરેલી જાહેરાતથી ખેડૂત અને માછીમાર સમાજને વ્‍યાપક ફાયદો થશે એવી લાગણી પણ તેમણે વ્‍યક્‍ત કરી હતી.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)એ રાજ્‍યોની સક્રિય ભાગીદારી સરકારી અને જાહેર ભાગીદારી સાથે મિશન મોડ ઉપર પ્રવાસનને પ્રોત્‍સાહન આપવાની કરેલી જાહેરાતથી આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો પ્રવાસન ક્ષેત્રે અદ્‌ભૂત વિકાસ થશે એવી લાગણી પણ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

ટોકરખાડા શાળામાં વિદ્યાર્થીનીઓ માટે હેલ્‍પ ડેસ્‍કનો કરાયેલો શુભારંભ

vartmanpravah

સેલવાસના ગુલાબભાઈ રોહિતે 6ઠ્ઠા ICMRLGI-2023 વૈશ્વિક સંમેલનમાં આપ્‍યો નવો શિક્ષણ સિદ્ધાંત

vartmanpravah

સેલવાસની દેવકીબા ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં ગુરુ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસી પડયો વરસાદ

vartmanpravah

દમણમાં લોકસભા ચૂંટણી જીતવા મજબૂત બૂથનો પ્રભારી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી દુષ્‍યંત પટેલે આપેલો મંત્ર

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત મોટી દમણની બેંક ઓફ બરોડામાં આઈકોનિક વીકની કરાયેલી ઉજવણીઃ બેંકના લોકાભિમુખ વહીવટની બતાવેલી ઝાંખી

vartmanpravah

Leave a Comment