September 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની અફવાની વિગતો બહાર આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.02: સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ દશરથભાઈ સામે ડેપ્‍યુટી સરપંચ સંજયભાઈ, વોર્ડ સભ્‍ય સુભાષભાઈ વર્મા સહિત સાત જેટલા સભ્‍યો દ્વારા વિવિધ કારણો રજૂ કરી અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી. ઉપરોક્‍ત અવિશ્વાસની દરખાસ્‍ત નિયત નમૂનામા ન હોય ટીડીઓ દ્વારા આ અવિશ્વાસની દરખાસ્‍ત ફગાવી દેવામાં આવતા અવિશ્વાસની દરખાસ્‍તનું સૂરસૂરિયું થઈ ગઈ હોવાની વાત ગામમાં વાયુવેગે પ્રસરતા ચર્ચાનો વિષય બનવા પામ્‍યો છે અને કેટલાક સરપંચના સમર્થકોએ અફવા વધુને વધુ ફેલાઈ તેમાં કચાશ ન છોડી આનંદ લેતા આ સમગ્ર બાબતે સ્‍થાનિક રાજકારણ ગરમાયું હતું. જોકે કહેવાતા કેટલાક આગેવાનોને નિયતની જાણકારીન હશે કે પછી અવિશ્વાસની દરખાસ્‍ત કરનારા સભ્‍યોનું મોરલ તોડવા જાણકારી હોવા છતાં અજાણહોવાનો ઢોંગ કર્યો હોય તેમ લાગે છે.
સાદકપોર ગ્રામ પંચાયતની ગત ચૂંટણીમાં વર્તમાન સરપંચ સામેની પેનલના સભ્‍યો વધુ સંખ્‍યામાં ચૂંટાઈ આવતા આ સરપંચ સામેની પેનલનો સભ્‍ય જ હાલે ડેપ્‍યુટી સરપંચ પણ છે. આ સ્‍થિતિમાં સાત જેટલા બહુમત સભ્‍યોએ તેઓને સરપંચ વિશ્વાસમાં લીધા વિના કામ કરતો હોવા સહિતના વિવિધ કારણો રજૂ કરી અવિશ્વાસની દરખાસ્‍ત ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની વાત ખોટી અને માત્ર અફવા જ હોવાનું બહાર આવ્‍યું છે.
ટીડીઓ ચેતનભાઈ દેસાઈના જણાવ્‍યાનુસાર સાદકપોરના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍ત નિયત નમૂનામાં આવેલી છે. હાલે તો પ્રિસાઈડિંગમાં છે. સરપંચે 15-દિવસમાં સામાન્‍ય સભા બોલાવવાની હોય છે. પરંતુ તેઓ ન બોલાવશે તો તાલુકા પંચાયત કક્ષાએથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખે છેતરપિંડી સંદર્ભે સતર્ક રહેવા લોકોને કરેલી તાકીદ

vartmanpravah

વીર બાળ દિવસ ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ વાપી ગુરુદ્વારામાં માથુ ટેકવી શહાદતને યાદ કરી

vartmanpravah

દાનહના સામરવરણીની એક ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે આચરેલું દુષ્‍કર્મઃ બંને આરોપીઓની ધરપકડઃ 3 સપ્‍ટે. સુધી પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

રશિયા-યુક્રેન વચ્‍ચે યુદ્ધના કારણે કેમિકલ ઉદ્યોગ જગતની માયાનગરી ચીખલી વિસ્‍તારમાં પણ ઘેરાયા સંકટના વાદળ

vartmanpravah

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી

vartmanpravah

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment