December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની સામાજિક સંસ્‍થાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ શહેરમાં કાર્યરત એવી વિવિધ સંસ્‍થાઓને એક મંચ પર ક્રિકેટના માધ્‍યમથી લાવવાના હેતુથી એક ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રોટરી ક્‍લબ વલસાડ, જે.સી.આઈ. વલસાડ, લાયન્‍સ ક્‍લબ વલસાડ, ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટ અને ડોક્‍ટર્સ ટીમ વચ્‍ચે બે દિવસ સુધી ક્રિકેટ ટુર્નામેન્‍ટ ચાલી હતી. આ સ્‍પર્ધામાં દરેક ટાઈમ બીજી બધી ટીમ સાથે રમવાનું હતું.
આ વિચાર વલસાડ નગરપાલિકાના ઈજનેર હિતેશ પટેલને આવ્‍યો હતો અને તેમાંનાણાંકીય સહકાર મનોજ જૈન તરફથી મળ્‍યો હતો. ફાઈનલમાં લાયન્‍સ ક્‍લબની ટીમનો વિજય થયો હતો અને રનરઅપ તરીકે ડોકટરની ટીમ રહી હતી. મેં ઓફ ધ સિરીઝ તરીકે રોટરીના જતીન કંસારા, બેસ્‍ટ બેટ્‍સમેન તરીકે જે.સી.આઈ.નાં ભાવિન ટંડેલ, બેસ્‍ટ બોલર તરીકે ઉમિયા ટીમના હર્ષ પાડલીયા, બેસ્‍ટ ફિલ્‍ડર તરીકે લાયન્‍સ ટીમના તારક દેસાઈને એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત દરેક મેચમાં મેન ઓફ ધ મેચના મેડલ આપવામાં આવ્‍યા હતા. આ સમગ્ર આયોજન એક પરિવાર ભાવનાથી કરવામાં આવ્‍યું હતું. અને દરેક ટીમોને સાથે મળીને ખેલદિલી સાથે રમતો રમી હતી.

Related posts

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

રાજયના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની શાળાની કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરાયુ

vartmanpravah

વલસાડમાં દમણિયા સોની યુથ ગૃપ દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ ટુર્નામેન્‍ટ રમાડાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી 3 દિવસ તીવ્ર ગરમીની ચેતવણી અપાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 02 દિ’ પૂનમ (હોળી) હોવાથી લોકો અવઢવમાં

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવ કથાનું આજે સમાપન : મહાપ્રસાદનું આયોજન

vartmanpravah

Leave a Comment