October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે લઘુ ઉદ્યોગ ભારતી વાપી ઈકાઈ દ્વારા સભાસદ પ્રમાણપત્ર વિતરણ- સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાશે

મુખ્‍ય અતિથિ તરીકે અખિલ ભારતીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તા ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: લઘુ ઉદ્યોગ ભારતી વાપી ઈકાઈ (એકમ) દ્વારા આવતીકાલે શુક્રવાર તા.03 ફેબ્રુઆરીના રોજ સભાસદ પ્રમાણપત્ર વિતરણ અને સ્‍નેહમિલન કાર્યક્રમ જીઆઈડીસી સેન્‍ટર ઓફ એક્ષેલેન્‍સમાં સાંજના 5:00 કલાકે યોજાનાર છે.
લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા યોજાનાર સ્‍નેહ મિલન કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી પ્રકાશચન્‍દ્ર ગુપ્તા સહિત અતિથિવિશેષશ્રીઓમાં રાષ્‍ટ્રિય અધ્‍યક્ષ શ્રી બળદેવ પ્રજાપતિ, ફાઈનાન્‍સ, પાવર, પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહેશે. તદ્દઉપરાંત ગુજરાત પ્રદેશ લઘુઉદ્યોગ ભારતી અધ્‍યક્ષ શ્‍યામસુંદર સલુજા, કર્ણાવતી સંભાગ લઘુઉદ્યોગ પ્રમુખ જયેશ પંડયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ સજ્જન અને સુરત વિભાગ લઘુઉદ્યોગ ભારતી અધ્‍યક્ષ શ્રી નિરંજનભાઈ પટેલની વિશેષ ઉપસ્‍થિતિ રહેનાર છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન લઘુઉદ્યોગ ભારતી વાપી પ્રમુખશ્રી મેહુલભાઈ પટેલ અને જિલ્લા અધ્‍યક્ષ શ્રી જગદીશભાઈ પરમાર અને ટીમ લઘુઉદ્યોગ ભારતી દ્વારા કરવામાં આવ્‍યું છે.

Related posts

આજે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની થનારી ‘ઔપચારિક’ ઉજવણીઃ પ્રદેશ ભાજપ નાની દમણ બસ સ્‍ટેન્‍ડે મુક્‍તિ દિવસને ‘જીવંત’ રાખવા કરશે પ્રયાસ

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કેન્‍દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવને ટ્રેનોના સ્‍ટોપેજ અંગે રજૂઆત કરી

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’  દાનહ અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આભને આંબતી કરેલી દમદાર પ્રગતિ

vartmanpravah

કપરાડામાં જીત કુને-ડો એસોસિએશન કરજુ ગ્રુપ દ્વારા લેવાઈ માર્શલ આર્ટ્‍સ વિશેની પરીક્ષા

vartmanpravah

ધરમપુરના વિલ્‍સન હિલ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં 70 વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહની પ્રાથમિક ગુજરાતી શાળા મોરપાડામાં‘માઁ-બેટી મેળા’નું કરાયું આયોજન

vartmanpravah

Leave a Comment