Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત દમણ જિલ્લા આંતર શાળા રમતગમત મહોત્‍સવમાં સરકારી પ્રાથમિક શાળા દાભેલ ચેમ્‍પિયન

સ્‍પર્ધામાં ભાગ લઈ રહેલી તમામ 11 પ્રાથમિક શાળાઓમાં સૌથી વધુ અંક મેળવી શાળાનું વધારેલું ગૌરવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ, દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત દમણ જિલ્લા આંતર શાળા રમતગમત મહોત્‍સવમાં સરકારી પ્રાથમિક શાળા દાભેલે પણ ભાગ લઈ તમામ 11 પ્રાથમિક શાળાઓમાં સૌથી વધુ અંક મેળવી ચેમ્‍પિયન બની હતી.
રામોત્‍સવમાં વર્ગ-1, બતકચાલમાં પ્રથમ અને કઠોળ વર્ગીકરણ સ્‍પર્ધામાં અમિત યાદવ પ્રથમ, વર્ગ-2માં રોશની પ્રથમ, લીંબુ-ચમચીમાં દ્વિતીય, વર્ગ-3માં પૂનમ, બટાટા દોડમાં સોનાલી પ્રથમ, ટ્રિપલ દોડમાં સલમાન અને નીરજ પ્રથમ ક્રમે આવ્‍યા હતા. જ્‍યારે વર્ગ-4 કેનવાસબેગ રેસમાં આદર્શ પ્રથમ ક્રમ, વર્ગ-5 રોપ જમ્‍પિંગ રેસમાં રાગિણી તૃતીય ક્રમ, સાંગીક સ્‍પર્ધા 4×50 મીટર રિલે રેસમાં પ્રથમ ક્રમ અને લંગડીમાં દ્વિતીય તેમજ સ્‍ટ્રેટ વોકમાં દર્શનાબેન પ્રથમ અને મટકા બેલેન્‍સમાં દક્ષાબેનએ દ્વિતીય ક્રમ ચેળવી ચેમ્‍પિયન ટ્રોફી જીતીને શાળાનું નામ રોશન કર્યું હતું.
ઉચ્‍ચ પ્રાથમિક વિભાગમાં વર્ગ-6માં સિત્તુકુમાર અને અંશુકુમારે સિક્કા શોધમાં દ્વિતીય, વર્ગ-7માં શ્રીયાંશી 200 મીટર દોડમાં દ્વિતીય, ગોળાફેંકમાં સૂર્યનારાયણ દ્વિતીય, કન્‍યાઓ માટે ખો-ખોમાં પ્રથમ ક્રમ અને શિક્ષકોની ધીમી બાઇક સ્‍પર્ધામાં પીનલભાઈ પ્રથમ ક્રમ, જ્‍યારે સીધી ચાલમાં રવિન્‍દ્રભાઈપ્રથમ અને બ્રિજેશભાઈ દ્વિતીય ક્રમે રહ્યા હતા. ગોળાફેંકમાં ચૈતાલીબેને પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.
પ્રાથમિક શાળાના મુખ્‍ય શિક્ષક શ્રીમતી ઈન્‍દિરાબેન પટેલ અને ઉચ્‍ચ પ્રાથમિક વિભાગના મુખ્‍ય શિક્ષક શ્રી બ્રિજેશ પટેલે ચેમ્‍પિયન ટ્રોફી મેળવવા બદલ તમામ બાળકો અને તેમના તમામ શિક્ષકોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ સાથે દાભેલ શાળાના શિક્ષક શ્રી કિરીટભાઈએ પણ રમતગમતમાં સારો દેખાવ કર્યો હતો. તેમને વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા. આ રમતમાં શાળાના તમામ શિક્ષકોનો અમૂલ્‍ય ફાળો હતો.

Related posts

દાનહ જિ.પં. સંચાલિત નરોલી પ્રાથમિક ગુજરાત કેન્‍દ્ર શાળામાં યોજાયો વાર્ષિકોત્‍સવઃ કુલ 9 શાળાઓએ લીધેલો ભાગ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે કરજપાડામાં જોવા લાયક માવલી ધોધ અને ભીલી ધોધ

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલના સમર્થકોએ વાપી-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો

vartmanpravah

વાપીમાં ડિઝાસ્‍ટર પ્રિવેન્‍શન એન્‍ડ મેનેજમેન્‍ટનું નવું ભવન સાકાર થશે

vartmanpravah

દીવ કોલેજમાં નર્મદ જયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment