July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માત: વલસાડથી દમણ નોકરીએ જતા યુવકની કાર બે ટ્રક વચ્‍ચે સેન્‍ડવીચ બની જતા કમકમાટી ભર્યુ મોત

ગોકુલધામ વલસાડમાં રહેતો પ્રશાંત ડી. પટેલ દમણ આલ્‍કેમમાં ફરજ પર જતો હતો ત્‍યારે મોત ભરખી ગયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી ઉપર આજે ગુરૂવારે સવારે વલસાડથી ફરજ પર જવા કાર સાથે નિકળેલા યુવકની કારની આગળ જતા ટ્રકે અચાનક બ્રેક મારતા કાર ધડાકાભેર અથડાઈ હતી. ત્‍યાં પાછળથી આવતી ટ્રક પણ કારને ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં કાર સેન્‍ડવીચ બની કાર કચડાતા ચાલક યુવકનું ઘટના સ્‍થળે કમકમાટીભર્યુ મોત નિપજ્‍યું હતું.
કમકમાટી ભરેલા અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે સાત વાગ્‍યાના સુમારે વલસાડ ગોકુલધામમાં રહેતો યુવાન પ્રશાંત ડી. પટેલ તેની કાર નં.જીજે 15 એ.ડી. 1763 લઈ ઘરેથી દમણ નોકરી જવા નિકળ્‍યો હતો. ધરમપુર ચોકડી ઉપર ટર્ન મારે પ્રશાંતની કાર દમણ આલ્‍કેમ કંપનીમાં પહોંચે તે પહેલા આગળ જતી ટ્રક નં.જીજે 04 એ.ટી. 7311 ના ચાલકે અચાનક બ્રેક મારી હતી તેથી પ્રશાંતની કાર ધડાકાભેર ટ્રકને અથડાઈ તે દરમિયાન પાછળ આવી રહેલ ટ્રક પણ કાર ઉપર ફરી વળતા કાર સેન્‍ડવીચ બની માંચેડા થઈ ગઈહતી. સર્જાયેલ આ અકસ્‍માતમાં કાર ચાલકનું ઘટના સ્‍થળે મોત ભરખી ગયું હતું. વહેલી સવારે સર્જાયેલા અકસ્‍માતની જાણ લોકો પોલીસ અને એમ્‍બ્‍યુલન્‍સ કરી હતી. પોલીસે ક્રેઈનની મદદથી પ્રશાંતના મૃતદેહને બહાર કાઢી સિવિલમાં પી.એમ. માટે મોકલી આપ્‍યો હતો. પરિવારને અકસ્‍માતની જાણ થતા ચિત્‍કાર છવાઈ ગયો હતો.

Related posts

દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.માં કર્મચારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર મોહિત મિશ્રાના પરિપત્ર અનુસાર સંઘપ્રદેશમાં મહાવીર જયંતિ પર ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

વાપી હોટલ પેપીલોન મહા રક્‍તદાન કેમ્‍પ યોજાયો: 483 યુનિટ રક્‍તદાન કરી રક્‍તદાતાઓએ કેમ્‍પ સફળ બનાવ્‍યો

vartmanpravah

ચીખલીના દેગામમાં જિલ્લા કલેક્‍ટરની ઉપસ્‍થિતિમાં ગ્રામસભા યોજાઈઃ અનેક પ્રશ્નોની રજૂઆત કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી મોટી દમણમાં યોજાનારો ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપો : લોકોને 25 ટકા છુટથી ઘરવખરી-જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ ખરીદવા મળનારી તક

vartmanpravah

Leave a Comment