July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના બામણવાડા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત બે તૃતિયાંશ બહુમતીથી પસાર થતાં સ્‍થાનિક રાજકીય વાતાવરણ ગરમાયું

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.03: પ્રાપ્ત વિગત મુજબ આઠ જેટલા વોર્ડ સભ્‍યો ધરાવતી બામણવાડા ગ્રામ પંચાયતના ડેપ્‍યુટી સરપંચ ઉમાબેન શ્રી રાકેશભાઈ પટેલ સામે કામોમાં અડચણ ઊભી કરી હોદ્દાનો દુરુપયોગ કરી વિકાસની યોજનાઓ અટકાવી ગ્રામસભામાં થયેલ ઠરાવને રદ્‌ કરવા જેવી પ્રવૃત્તિ કરતા હોવાનું જણાવી સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત થોડા દિવસ પૂર્વે રજૂ કરવામાં આવી હતી.
આ અવિશ્વાસની દરખાસ્‍ત સંદર્ભે સરપંચ જયશ્રીબેન ભરતભાઈ પટેલ દ્વારા ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી સુરેશભાઈની ઉપસ્‍થિતિમાં સામાન્‍ય સભા યોજવામાં આવતા ત્રણ સભ્‍યોની ગેરહાજરી વચ્‍ચે સરપંચ અને સભ્‍યો મળી છ જેટલા મતો અવિશ્વાસની દરખાસ્‍તની તરફેણમાં આવતા ઉપસરપંચ સામે 2/3 ની બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં ઉપસરપંચે હોદ્દો ગુમાવવાની નોબત આવી છે.
બામણવાડા ગ્રામ પંચાયતના સભ્‍યોએ બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર કરી ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરાતા સ્‍થાનિક રાજકીય વાતાવરણ ગરમાવા પામ્‍યું છે.

Related posts

સંઘપ્રદેશમાં કેવડા ત્રીજ વ્રત નિમિત્તે મહિલાઓએ પૂજા-અર્ચના કરી

vartmanpravah

સંસદ ભવન દિલ્‍હી પરિસર સ્‍થિત બિરસા મુંડાની પ્રતિમાને વલસાડ સાંસદે પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું

vartmanpravah

વાપીના પૂર્વ નગરસેવિકા સ્‍વ.મંજુબેન દાયમાની 15 મી પુણ્‍યતિથિએ મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

પારડીની બરઈ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાશે

vartmanpravah

કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો: ભર ઉનાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

Leave a Comment