October 14, 2025
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી ખાતે બહુચરાજી માતાજીની ગોલ્‍ડન જ્‍યુબલી વર્ષની થઈ ભક્‍તિ ભાવપૂર્વક ઉજવણી

નવચંડી યજ્ઞ, મહા આરતી, ઘેરીયા અને ગરબાને લઈ સમગ્ર પારડી નગર બન્‍યું ભક્‍તિમય
એકસરખા પરિધાનમાં સતત સેવા આપી રહેલ સમાજના યુવક યુવતીઓ રહ્યા આકર્ષણનું કેન્‍દ્ર : હજારો માતાજીના ભક્‍તોએ લીધોમહાપ્રસાદનો લાભ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03 : પારડી કંસારવાડ ખાતે આવેલ પેશ્વાઈ સમયનું પૌરાણિક એવું બહુચરા માતાજીના મંદિર ખાતે આજરોજ સુવર્ણ જયંતિ મહોત્‍સવનું આયોજન ખૂબ ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરવામાં આવ્‍યું હતું. ખૂબ મોટા પાયે આયોજિત આજનો આ સુવર્ણ જયંતી મહોત્‍સવ સવારથી જ આકર્ષણનું કેન્‍દ્ર રહ્યું હતું કારણ કે ઠંડીની મોસમમાં વહેલી સવારે મંડળના સ્‍વાધ્‍યાય મંડળના ઋષિ કુમારો દ્વારા સંપૂર્ણ સંસ્‍કળતમાં મંત્રોચ્‍ચાર કરી આજના આ મહોત્‍સવને જીવંત બનાવી સમગ્ર નગરને જાગ્રત કરી દીધું હતું.
ત્‍યારબાદ 21 જેટલા વિદ્વાન ભૂદેવો દ્વારા અલૌકિક અને દેવિક વાણી દ્વારા સવારથી લઈ સાંજ સુધી 15 જોડા યજમાનોને પૂજામાં જકળી રાખ્‍યા હતા તો બીજી તરફ આજના દિવસે કંસારા સમાજની આજના આ પ્રસંગની વ્‍યવસ્‍થા આંખે ઉડીને જોવા મળી હતી. સમગ્ર દિવસ દરમિયાન એક જ પરિધાનમાં સજજ સમાજના યુવક યુવતીઓ સતત સેવા આપી રહ્યા હતા. એક તરફ દર્શને આવતા દર્શનાર્થીઓ મંદિરમાં દર્શન કરી રહ્યા હતા જ્‍યારે બીજી તરફ કંઈ પણ વિઘ્‍ન વિના યજ્ઞની પૂજા ચાલી રહી હતી જ્‍યારે આ બંનેથી થોડે દૂર મહાપ્રસાદની તૈયારીઓ પણ ચાલી રહી હતી. ખરેખર કંસારા સમાજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્‍યુ હતું.
આમ સવારથી લઈસાંજ સુધી નવચંડી યજ્ઞ આરતી શિવલિંગ સ્‍થાપના સાંજે ઘેરીયા અને ગરબા જેવા અનેક કાર્યક્રમોનું ખૂબ સુંદર આયોજનને લઈ આજનો આ સુવર્ણ જયંતિ મહોત્‍સવની ખુબ સુંદર રીતે પુર્ણાહુતિ થઈ હતી.
કહેવત છે એમ, ઉગે તારો અને જમે કંસારો. એમ દિવસ દરમિયાનના આટલા પરિશ્રમ બાદ હજારો લોકોને મહાપ્રસાદ આપ્‍યા બાદ મોડી રાત્રે શરૂ કરવામાં આવેલ ગરબામાં પોતાનો તમામ થાક ભૂલી એટલા જ ઉત્‍સાહ અને આનંદથી સમાજના સર્વ ભક્‍તોએ અને યુવક યુવતીએ જોડાય ફરી એકવાર નવરાત્રી મહોત્‍સવની યાદ અપાવી સૌ ગરબે ઘૂમી આજની આ રાતને ખરેખરે સુવર્ણ બનાવી હતી.

Related posts

દાદરા નગર હવેલીના સાયલી અને મસાટમાં દીપડો દેખાતા લોકોમાં ગભરાટ

vartmanpravah

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah

આજે વિશ્વ હેલ્‍થ ડેઃ ‘‘હેલ્‍થ ફોર ઓલ”ની થીમ સાથે ડિજિટલ ઈન્‍ડિયામાં આભા કાર્ડ કેન્‍દ્ર સરકારની નવી પહેલ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગૌ ધનની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

વલસાડમાં ‘‘હર ઘર ધ્‍યાન” કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

વલસાડ સિવિલમાં મૃત નવજાત શિશુને તરછોડી રફુચક્કર થઈ ગયેલી નિષ્‍ઠુર માતા ડુંગરાથી ઝડપાઈ

vartmanpravah

Leave a Comment