January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના સર્વાંગી અને યુવાલક્ષી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આભાર સાથે વ્‍યક્‍ત કરેલી કૃતજ્ઞતા

દાદરા નગર હવેલીના વિકાસ માટે આપી રહેલા યોગદાન બદલ સેલવાસન.પા. અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણ અને જિ.પં. પ્રમુખ નિશાબેન ભવરનો પણ માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના થયેલા સર્વાંગી અને યુવાલક્ષી વિકાસ બદલ દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર પ્રગટ કરી તેમની કૃતજ્ઞતા પણ વ્‍યક્‍ત કરી હતી.
ડો. અવધેશસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે, દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિ અને પ્રદેશ પ્રત્‍યેના અપાર સ્‍નેહ તથા પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શૈક્ષણિક ક્ષેત્રે થયેલા વિકાસથી યુવાનોનું ભવિષ્‍ય બુલંદ બની રહ્યું છે. પ્રવાસન ક્ષેત્રે ખુલેલી નવી ક્ષિતિજના કારણે સ્‍થાનિક લોકોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે દમણ, દીવ અને દાદરા નગર હવેલી એક મુખ્‍ય ટુરિસ્‍ટ ડેસ્‍ટીનેશન તરીકે ઉભરી ચુક્‍યુ છે.
યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે આજે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પણ પ્રદેશના વિકાસની મુક્‍ત મને કરેલી પ્રશંસાથી સમગ્ર પ્રદેશ ગૌરવાન્‍વિત થયો હોવાની લાગણી મહેસૂસ કરી હતી.
આ પ્રસંગે ડો.અવધેશસિંહ ચૌહાણે સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ અને દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરનો પણ આભાર પ્રગટ કર્યો હતો. તેમણે બંનેએ પ્રદેશના વિકાસમાં આપેલા યોગદાનની પણ નોંધ લીધી હતી.

Related posts

કલાકાર પોતાના સ્‍વાભિમાન સાથે થતી જરા સરખી પણ છેડછાડ બરદાસ્‍ત નહી કરે : કરન જાદુગર

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25-26મીએ કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

પારડીમાં પુત્ર અને વહુએ દારૂ પીવાની ના આધેડે દવા પી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપી-પલસાણા પાસે કોસ્‍ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત

vartmanpravah

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

શનિવારે કચીગામ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચી લોકોને વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરાયા

vartmanpravah

Leave a Comment