Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી પોલીસે ગેરકાયદેસર ખેરના લાકડા ભરી લઈ જનાર ટેમ્‍પો ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: શનિવારે દાદરા નગર હવેલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્‍યાન સાયલી ચાર રસ્‍તા નજીકની પસાર થઈ રહેલ શંકાસ્‍પદ ટેમ્‍પોની તપાસ કરતા ટેમ્‍પામાંથી ગેરકાયદેસર ભરેલ ખેરના લાકડાનો જથ્‍થો મળી આવ્‍યો હતા.ટેમ્‍પોચાલક અને મુદ્દામાલને પોલીસે વન વિભાગને સોંપવામાં દીધો હતો. દાનહ વન વિભાગના રેંજ ફોરેસ્‍ટ ઓફિસ (આર.એફ.ઓ.) શ્રી કિરણ પરમાર, રાઉન્‍ડ ઓફિસર શ્રી આર.કે.પટેલ, બીટ ઓફિસર શ્રી મયુર પટેલ સ્‍થળ ઉપર હાજર થઈ આરોપી દિનેશ ચંદુભાઈ ભુરકુડ (ઉ.વ.30) રહેવાસી-ગુજરાત અને ટેમ્‍પોમાંથી એક હજાર કિલો જેટલા ખેરના લાકડાનો જથ્‍થો જેની અંદાજીત કિંમત રૂા.પાંત્રીસ હજાર સહિત ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી માટે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો હતો.

Related posts

દમણ-દીવના સાંસદને જ કેમ વિકાસ દેખાતો નથી?

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

રોણવેલ 108ની ટીમે વાંઝર્ટ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી

vartmanpravah

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્‍દ્રભાઈ મોદીની દેશના પ્રધાનમંત્રી બનાવવાનો જુવાળ હતો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો 40મો વાર્ષિક ઉત્‍સવની ભવ્‍ય તૈયારી શરૂ : ત્રણ થીમ ઉપર ઉજવાશે ઉત્‍સવ

vartmanpravah

Leave a Comment