Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હાઈકોર્ટ હૂકમ અન્‍વયે વલસાડ પાલિકાની કાર્યવાહી: વલસાડમાં 20 જેટલી ચિકન-મટન શોપ ઉપર તવાઈ : પાલિકાએ નોટીસ આપ્‍યા બાદ બંધ કરાવી

શોપ ચલાવવા માટે પાલિકાનું તેમજ ફુડ એન્‍ડ ડ્રગ વિભાગનું લાયસન્‍સ મેળવવુ ફરજીયાત કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ નગરપાલિકાએ આજે રવિવારે શહેરમાં કાર્યરત ચિકન-મટન શોપ ઉપર કાર્યવાહી કરી 20 જેટલી દુકાનોને સીલ મારી દિધા હતા. બીજી તરફ શોપ સંચાલકો પણ શનિવારે મળેલી નોટીસો બાદ પાલિકામાં દોડી ગયા હતા. પરંતુ પાલિકાએ હાઈકોર્ટના હૂકમ અન્‍વયે આજે મટન-ચિકન શોપો બંધ કરાવી દીધી હતી.
ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ પી.આઈ.એલ. બાદ નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્‍યો હતો કે, ગુજરાતમાં કાર્યરત તમામ ગેરકાયદેસરની મટન-ચિકન શોપ તાત્‍કાલિક બંધ કરો તે અન્‍વયે વલસાડ ન.પા.ને મળેલ પરિપત્ર બાદ સી.ઓ. દ્વારા હૂકમ કરાયા મુજબ આજે સેનેટરી ઈન્‍સ્‍પેક્‍ટર કિશોરભાઈ, મુકેશભાઈ, એક્રોચમેન્‍ટ અધિકારી મહેશ ચૌહાણએ પંચોની રૂબરૂ 20 જેટલી મટન-ચિકન શોપ સીલ કરી દીધી હતી. મટન માર્કેટ તથા આસપાસમાં કાર્યરત દુકાનો બંધ કરાઈ હતી તેમજ પાલિકાએ જાહેર કર્યું હતું કે મટન-ચિકન શોપ કાર્યરત રાખવી હશે તો દિન ત્રણમાં પાલિકા અને ફુડ-ડ્રગ વિભાગનું લાયસન્‍સ મેળવવું ફરજીયાત રહેશે. પાલિકાની કાર્યવાહી બાદમટન-ચિકન શોપ સંચાલકો શનિવારે નોટિસો મળ્‍યા બાદ દોડતા થઈ ગયા છે.

Related posts

ઉમરગામ તાલુકાની શાળાઓની સ્‍કોલર વિદ્યાર્થીનીઓને સરીગામની કોરોમંડલ કંપની દ્વારા આપવામાં આવેલી સ્‍કોલરશીપ

vartmanpravah

દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવાર દ્વારા 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

કોટલાવમાં ઓવરટેકની લ્‍હાયમાં કાર અને ટેમ્‍પો સામસામે અથડાયાઃ તમામનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી ચલામાં આવેલા સ્‍વિમિંગ પૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક પુલ પાર્ટીનું થયેલું આયોજન

vartmanpravah

બાળકોને શ્રેષ્ઠ વક્તા બનાવવા કપરાડાના મનાલાની કેન્દ્ર શાળામાં “બોલેગા બચપન” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના પ્રભારી અને રાજ્‍યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

vartmanpravah

Leave a Comment