December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના શિંગડુંગરી ગામ માટે જીંદગી જીવવાનો અભિશાપ છે, જીંદગી જીવવી હોય તો હલેસા મારવા પડશે

ચોમેર 40 થી 50 ફૂટ ઊંડા પાણી વચ્‍ચે ટાપુંમાં વસતું સીંગડુગરી ગામ જીંદગીના સંઘર્ષની પરાકાષ્‍ઠા વેઠી રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઊંડાણ વિસ્‍તારનું સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદે આવેલ મધુબન ગૃપ ગ્રામ પંચાયતના ટ્રાયબલ વિસ્‍તારનું નગરગામ શિંગડુંગરી ફળીયાના લોકો માટે જીવન અભિશાપ રૂપ બનેલું છે. જીંદગી જીવવી હોય તો હલેસા મારવા પડશે. મધુબન કેચમેન્‍ટ એરીયામાં વિખુટુ પડેલ તમામ સુવિધાથી વંચિત નગરગામ માટે જીવન જીવવાનો એક માત્ર સહારો છે નાવ. નાવના હલેસા મારો તો જ સ્‍કૂલ, રોજગાર કે આરોગ્‍ય સેવા માટે ગામથી બહાર જઈ શકાય.
તમારા ઘર આંગણે રોડ છે. પ્રાથમિક નાગરિકી સેવાઓ નજર સામે સુલભ છે તો તમે નસીબદાર છો. પરંતુ એવું નસીબ કપરાડા તાલુકાનું શિંગડુંગરી ગામને સાંપડયું નથી. 500 ઉપર વસતી ધરાવતું આ-ગામ ટાપુ છે. દમણગંગા નદીના ચારે તરફ 40 થી 50 ફૂટઊંડા પાણી વચ્‍ચે જીવે છે. ગામમાં 50 જેટલા ઘરો છે. અહીંના રહીશોની જીંદગી અતિ સંઘર્ષભરી છે. આદિવાસી જનજાતી લોકો મુખ્‍યત્‍વે જીવન ચલાવવા માટે માછીમારી, ખેતીવાડી, મજુરીકામ સાથે સંકળાયેલા છે. મોટાભાગના યુવાનો બેરોજગાર છે. બહાર કામ કરવા, ભણવા કે સારવાર દવાખાને જવું હોય તો હોડી એકમાત્ર સહારો છે. ગામના યુવાનોના તેથી લગ્ન પણ થતા નથી. ચૂંટણી સમયે મતદાન કરવા દોઢ કી.મી. હોડીના સહારે નદી પાર કરી આશરે ચારથી પાંચ કી.મી. દૂર મતદાન માટે જવું પડે છે. 1975 થી 1980 દરમિયાન મધુબન ડેમ બન્‍યા પછી આ પરિસ્‍થિતિ આવી છે. ચારેકોર પાણી વચ્‍ચે ટાપુ પર વસતા સીંગડુગરી ફળીયાના દર્દીઓ, વિદ્યાર્થીઓ, સગર્ભા માતાઓને હોડીનો સહારો લેવો પડે છે ત્‍યારે સ્‍થાનિક ગામવાસીઓ આરોગ્‍ય-શૌચાલય તથા વિદ્યાર્થીઓ માટે વહિવટી તંત્ર મોટર બોટની સુવિધા આપે તેવી તિવ્ર લાગણી છે. અહીં કાર્યરત એક પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા અને શિક્ષક સ્‍વ-ખર્ચે હોડીમાં આવી ફરજ બજાવે છે. નદી પાર કરવામાં 40 થી 50 મિનિટ લાગે છે પરંતુ વાતાવરણ ખરાબ હોય, પવન ફુંકાતો હોય તો એક થી દોઢ કલાકનો સમય લાગે છે. તેથી ગામના યુવાનો-વિદ્યાર્થીઓ, વડીલો, બહેનો જન્‍મથી જ હલેસા મારતા શીખી જાય છે. કારણ કે જીંદગી જીવવી છે તો હલેસા મારવાપડશે.

Related posts

સરીગામ પંચાયતે પકડેલી વિકાસની તેજ રફતારઃ રૂ.18 લાખના વિકાસના કામોના લોકાર્પણ સાથે રૂા.15.5 લાખના ખર્ચે નિર્માણ થનારા કામોના કરવામાં આવેલ ખાતમુર્હૂત

vartmanpravah

વાપીના યુવાને એશિયન થાઈ બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપમાં ભારત માટે ગોલ્‍ડ મેડલ જીત્‍યો

vartmanpravah

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

દાનહ ભાજપની જન આશીર્વાદ યાત્રાને મળેલું ભરપુર સમર્થનઃ પરિવારવાદના નેસ્‍તનાબૂદી માટે ઉભો થયેલો જનમત

vartmanpravah

વકીલ પર હુમલો કરનારાનો કેશ નહી લેવા પારડી વકીલ મંડળનો ઠરાવ

vartmanpravah

રાષ્‍ટ્રીય યુવા મહોત્‍સવ-2023માં ભાગ લેવા સંઘપ્રદેશનું 100 સભ્‍યોનું યુવા દળ કર્ણાટક હુબલી રવાના

vartmanpravah

Leave a Comment