December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

મોટી દમણનું ભાગ્‍ય બદલનારા જમ્‍પોર બર્ડ સેન્‍ચુરી પાર્કનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણ કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશો

  • પ્રશાસકશ્રીએ દમણની નિર્માણાધિન સરકારી કોલેજના કેમ્‍પસની પણ લીધેલી મુલાકાત
  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જમ્‍પોર બીચ ખાતે રિમોટથી સંચાલિત થતાં લાઈફ સેવિંગ બોઈનો નિહાળેલો ડેમો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે શનિવારે રજાના દિવસે દમણના વિવિધ નિર્માણાધીન વિકાસકામોના પ્રોજેક્‍ટોનું નિરીક્ષણ કરી જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી દમણનું ભવિષ્‍ય બદલનારા જમ્‍પોરના બર્ડ સેન્‍ચુરી(પક્ષીઘર)ના થઈ રહેલા કામનું નિરીક્ષણ કર્યું હતું. આ બર્ડ સેન્‍ચુરી પ્રવાસીઓ માટે મોટું આકર્ષણનું કેન્‍દ્ર બનવાનું હોવાથી મોટી દમણની પણ સૂરત અને સિકલ બદલાઈ જશે. પ્રશાસકશ્રીએ રિમોટથી સંચાલિત થતાં લાઇફ સેવિંગ બોઈનો ડેમો પણ નિહાળ્‍યો હતો. જેના કારણે દરિયા કિનારે થતાં અકસ્‍માતમાં જીવનરક્ષક તરીકે કામ કરશે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સરકારી કોલેજનું પણ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી દિશા-નિર્દેશો પણ આપ્‍યા હતા.

Related posts

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ, વલસાડ દ્વારા મુંબઈ ખાતે ત્રી દશાબ્‍દિ મહોત્‍સવ (પર્લ જ્‍યુબીલી) : 2024 યોજાયો

vartmanpravah

દાનહના ડોકમરડીથી 36 વર્ષીય શોભાદેવી શાહ ગુમ થયા છે

vartmanpravah

નાસિકથી વલસાડ આવી રહેલ ઍસટી બસની કપરાડા ઘાટ ઉપર બ્રેક ફેઈલ થતા ડિવાઈડર પર ચઢી ગઈ

vartmanpravah

પૂ.મોરારીબાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસને “વ્યાસ એવૉર્ડ” અર્પણ

vartmanpravah

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

vartmanpravah

વલસાડ એસટી વિભાગ વેકેશન દરમિયાન વધારાની લોકલ અને એક્‍સપ્રેસ બસો દોડાવશે

vartmanpravah

Leave a Comment