August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.05: નવસારી જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક આજરોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિતપ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે આયોજનના કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવતા કહ્યું હતું કે, આયોજનના કામો પ્રગતિ હેઠળના કામો આગામી માર્ચ સુધીમાં પૂર્ણ કરવા અને નવા વર્ષનું આયોજન બનાવી આંગણવાડીના કામોને પ્રાધાન્‍ય આપવા અનુરોધ કર્યો હતો.
બેઠક દરમિયાન વર્ષ 2023-24નું જિલ્લા કક્ષાનું આયોજન, વર્ષ 2023-24 તાલુકાના એટીવીટીનું આયોજન, વર્ષ 2021-22 અને વર્ષ 2022-23ના વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમના અને સંસદ સભ્‍યશ્રીના ફંડ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા આયોજન અધિકારી શ્રી ડી.એન.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીરીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા બાળ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્‍ટેટ જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજ ખાતે MODI@20: Dreams Meet Delivery પુસ્‍તક પર સેમીનાર યોજાયો

vartmanpravah

નેપાળ ખાતે આયોજીત આંતરરાષ્‍ટ્રીય ચેસ ટૂર્નામેન્‍ટમાં સેલવાસના યુવાને ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

Leave a Comment